રાજકોટ શહેરના આર્થિક અને ઔદ્યોગિક ઈતિહાસમાં આગામી ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬નો દિવસ સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે. શહેરમાં પ્રથમવાર ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’ (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ જાહેરાત નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી દ્વારા એક પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી.
મારવાડી યુનિવર્સિટી ખાતે ઐતિહાસિક આયોજન
આ ઐતિહાસિક કાર્યક્રમ રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાશે. વડાપ્રધાન મોદી રવિવારે બપોરે આ પરિષદનું સત્તાવાર ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત ૬ વિશાળ ડોમમાં તૈયાર કરાયેલા ભવ્ય એક્ઝિબિશનને પણ ખુલ્લું મુકશે.
નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રવિવારે બપોરે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું સત્તાવાર ઉદ્ઘાટન કરશે. મારવાડી યુનિવર્સિટી પહોંચ્યા બાદ વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત છ વિશાળ ડોમમાં તૈયાર કરાયેલ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે.
મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ મહત્ત્વના કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે વિવિધ રાષ્ટ્રના રાજદૂતો ઉપરાંત પાંચ હજારથી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો, દેશ-વિદેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ હાજરી આપવાના છે.
મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, VGRC કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશની ઔદ્યોગિક, આર્થિક, કૃષિ, ઊર્જા, મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ડિફેન્સ અને સ્ટાર્ટઅપ ક્ષમતાઓને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ પર રજૂ કરવાનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ પરિષદ દ્વારા રોકાણકારો,ઉદ્યોગસાહસિકો, MSMEs, સ્ટાર્ટઅપ્સ તથા વિવિધ ક્ષેત્રોના સહભાગીઓને એકસાથે જોડવામાં આવશે.
રીજનલ એસ્પિરેશન એન્ડ ગ્લોબલ એમ્બિશન્સ- અંતર્ગત બે દિવસીય આ કાર્યક્રમ દરમિયાન ટ્રેડ શો અને પ્રદર્શન ઉદ્ધાટન સમારંભ.એમ.એસ.એમ.ઈ. કોક્લેવ, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વિવિધ વિષયક સેમિનારો, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ, નારી શક્તિ ઉદ્યોગ સંવાદ, નીતિ સંવાદો તેમજ સમાપન સત્ર સહિતના કાર્યક્રમો યોજાશે. ઊર્જા, હરિત વિકાસ, બ્લૂ ઇકોનોમી, સિરામિક, ઓટો અને પ્રિસિઝન એન્જિનિયરિંગ, કૃષિ અને બાગાયત, મત્સ્ય ઉદ્યોગ, ડેટા સેન્ટર, ડિફેન્સ, ટેક્સટાઇલ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં રહેલી તકો પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન તા.૧૧ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ સુધી શહેરીજનો નિહાળી શકશે. જેમાં ખાસ કરીને રિવર્સ બાયર સેલર મિટ, કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ, આર્ટીઝન્સ દ્વારા તેમની કલા પ્રદર્શન, દૈનિક લકી ડ્રો, પૉપ અપ સ્ટેજ, ઉદ્યમી મેળો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ કોન્ફરન્સ રાજ્ય સરકારની વિકાસ પણ, વિરાસત પણ અને આત્મનિર્ભર ગુજરાતની ભાવનાને આગળ ધપાવતું આયોજન છે, જે કચ્છ અને સૌરાષ્ટ્રને વિકાસના નવા શિખરો પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તથા સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે સૌરાષ્ટ્ર-કચ્છની ક્ષમતાઓનું પ્રદર્શન
હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સમાં વિવિધ રાષ્ટ્રના રાજદૂતો ઉપરાંત ઉદ્યોગ જગતના ૫૦૦૦થી વધુ દિગ્ગજો, દેશ-વિદેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગસાહસિકો અને રોકાણકારો હાજરી આપવાના છે. VGRC પ્લેટફોર્મ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશની નીચે મુજબની ક્ષમતાઓને વૈશ્વિક મંચ પર રજૂ કરવામાં આવશે
ઔદ્યોગિક અને આર્થિક વિકાસ: MSMEs અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન.
વિવિધ ક્ષેત્રો: કૃષિ, ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસન, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિફેન્સ, સિરામિક અને ઓટો સેક્ટર.
નવા ઉભરતા ક્ષેત્રો: હરિત વિકાસ, બ્લૂ ઇકોનોમી અને ડેટા સેન્ટર જેવા ક્ષેત્રોમાં રહેલી વિપુલ તકો પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.
રીજનલ એસ્પિરેશન એન્ડ ગ્લોબલ એમ્બિશન્સ
રીજનલ એસ્પિરેશન એન્ડ ગ્લોબલ એમ્બિશન્સ" થીમ અંતર્ગત બે દિવસીય કાર્યક્રમ દરમિયાન ટ્રેડ શો, એમ.એસ.એમ.ઈ. કોન્ક્લેવ, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (VDP), નારી શક્તિ ઉદ્યોગ સંવાદ અને વિવિધ વિષયક સેમિનારોનું આયોજન થશે.
શહેરીજનો માટે વિશેષ આકર્ષણ: વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) તા. ૧૧ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.
રિવર્સ બાયર સેલર મિટ (RBSM).
કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને આર્ટિઝન્સ દ્વારા કલા પ્રદર્શન.
દૈનિક લકી ડ્રો, પોપ અપ સ્ટેજ અને ઉદ્યમી મેળો.
આ આયોજન રાજ્ય સરકારની "વિકાસ પણ, વિરાસત પણ" અને "આત્મનિર્ભર ગુજરાત"ની ભાવનાને વેગ આપશે. પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.