જન્મભૂમિ સીદસર અને રાજકોટને કર્મભૂમિ બનાવીને વતનનું નામ રોશન કરનાર અને જેમના રગેરગમાં વેણુ નદીનું પાણી વહે છે તેવા શિક્ષણવિધ જે.કે.માકડીયા લિખીત સીદસરનો ઇતિહાસ અને ધરોહર પુસ્તકનું વિમોચન રાજકોટ ઉમાભવન ખાતે યોજાયુ હતુ.
જેમાં મહેન્દ્રભાઇ પાડલીયા ધારાસભ્ય ઉપલેટા-ધોરજી, જેરામભાઇ વાસજાળીયા પુર્વ પ્રમુખ ઉમિયા માતાજી મંદિર સીદસર, બી.એચ.ઘોડાસરા પુર્વ કમિશ્નર, જે.કે.પટેલ માનદ મંત્રી ઉમિયા માતાજી મંદિર સીદસર, ચીમનભાઇ સાપરીયા પુર્વ મંત્રી, દેવરાજભાઇ કરદાણી પુર્વ ખેતીવાડી અધિકારી, ભરતભાઇ કૈલાશર પુર્વ જીલ્લા શિક્ષણ અધિકારી, ગોવિદભાઇ ખુંટ માનદમંત્રી એ.પી.ક્ધયા છાત્રાલાય રાજકોટ, સરડવા પુર્વ નાયબ શિક્ષણ નિયામક અધિકારી, વલ્લભભાઇ કનેરીયા ક્ધયા છાત્રાલય ગોંડલ, ડો.પટેલ પ્રમુખ ક્ધયા છાત્રાલય ગોંડલ, એરવાડીયા પુર્વ જીલ્લા શિક્ષણ અધિકારી રાજકોટ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પુસ્તકમાં સીદસર ગામનો ઇતિહાસ, સંસ્કૃતિ, ઐતીહાસિક ધરોહરને સંશોધનાત્મક રીતે ઉજાગર કરવામાં આવી છે આ સમારોહમાં લેખક જે.કેે.માકડીયાને જયેશભાઇ પટેલ, બી.એચ.ઘોડાસરા, જેરામભાઇ વાસજાળીયા તેમજ વિજયાબેન કોરડીયા, સીમાબેન બકોરી દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ સમગ્ર સમારોહને સફળ બનાવવા માકડીયા પરીવાર, સ્નેહમિલન સમિતી સીદસર, સદભાવ ગ્રુપ સીદસર તેમજ રાજકોટમાં સ્થાયી થયેલા સીદસર વાસીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન બી.એ.મોણપરા તથા હરેશભાઇ સોલંકી દ્વારા કરવામાં આવ્યુ હતુ આભારવિધી વિઠ્ઠલભાઇ કોરડીયા દ્વારા કરાઇ હતી.