લોકપ્રિય કલાકાર દેવાયત ખવડને સાણંદની કોર્ટે એક મોટા કેસમાં નિર્દોષ જાહેર કરીને મોટી રાહત આપી છે. અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા કેસમાં લાંબી કાયદાકીય લડત બાદ આજે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.
સમાધાન બન્યું માર્ગ મોકળો
આ કેસમાં માત્ર કાયદો જ નહીં, પણ પરસ્પર સમજૂતીનો અભિગમ પણ મહત્વનો સાબિત થયો છે. મળતી વિગતો મુજબ આ કેસમાં સંડોવાયેલા બંને પક્ષકારો વચ્ચે અગાઉ જ આંતરિક રીતે સમાધાન થઈ ગયું હતું. બંને પક્ષો વચ્ચેના સમાધાન અને રજૂ કરાયેલા તથ્યોને ધ્યાને રાખીને સાણંદ કોર્ટે દેવાયત ખવડ સામેના આરોપો રદ કર્યા છે અને તેમને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
શું હતો મામલો?
ચાંગોદર પોલીસ મથકે નોંધાયેલા આ કેસને લઈને દેવાયત ખવડ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતા. કલાકાર તરીકેની તેમની છબી અને કાયદાકીય લડાઈ વચ્ચે તેમના ચાહકો પણ સતત ચિંતામાં હતા. જોકે, હવે કોર્ટના આ નિર્દોષ છૂટવાના આદેશ બાદ આ વિવાદ પર કાયમી પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application