ફાસ્ટેગ યુઝર્સ માટે મહત્વના સમાચાર છે. ફાસ્ટેગના કેવાયસીની સમયમર્યાદા વધારવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગ કેવાયસી અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવી છે. હવે વપરાશકર્તાઓ ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી તેમના ફાસ્ટેગ માટે કેવાયસી અપડેટ કરી શકે છે. અગાઉ આ સમયમર્યાદા ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ હતી. હવે ૨૯મી ફેબ્રુઆરીની નવી ડેડલાઈન સુધીમાં ફાસ્ટેગ કેવાયસી અપડેટ કરી શકાશે ત્યારબાદ ફાસ્ટેગ ૧લી માર્ચથી નિષ્ક્રિય થઈ જશે. આવી સ્થિતિમાં તમારે ડબલ ટોલ ટેકસ ચૂકવવો પડશે.
ફાસ્ટેગનું ઓનલાઈન કેવાયસીકરાવવું એકદમ સરળ છે. આ માટે તમારે ફાસ્ટેગ ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. અહીં લોગિન કરો, અને માય પ્રોફાઇલ પર જઈને કેવાયસી અપડેટ પ્રક્રિયા પૂર્ણ કરો. આ માટે આઈડી અને એડ્રેસ પ્રૂફની જર પડી શકે છે. જે બેંકમાંથી ફાસ્ટેગ લીધું છે તેની ફાસ્ટેગ વેબસાઈટ પર જઈને પણ કેવાયસી અપડેટ કરી શકો છો.
ફાસ્ટેગનું ઓફલાઈન કેવાયસી કરાવવા માટે બેંકમાં જવું પડશે. જે બેંકમાંથી ફાસ્ટેગ લીધું છે તે બેંકની શાખામાં જઈને કેવાયસી કરાવી શકો છો. જો કોઈ મદદ અથવા માહિતીની જર હોય, તો નજીકના ટોલ પ્લાઝા પર જઈને પૂછપરછ કરી શકો છો. આ સિવાય ટોલ ફ્રી નંબર ૧૦૩૩ પર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMભૂતનીને જોરદાર ઝટકો, પહેલા જ દિવસે ધોબીપછાડ
May 02, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech