BREAKING NEWS

રાજકોટમાં ઓવરબ્રિજ, અંડરપાસ, પોલ ઉપરથી પસાર થતા કેબલ દૂર કરો:આદેશ

  • December 17, 2025 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમાઈસીસ ઉપર લગાવેલા કેબલ નેટવર્કના વાયરો, બ્રોડબેન્ડ નેટવર્કના વાયરો, ટેલીવિઝનના વાયરો સહીત અન્ય કોઇપણ પ્રકારના વાયરો દિવસ-૪માં દુર કરવા જે-તે એજન્સીને મહાનગરપાલિકા દ્વારા સુચના આપવામાં આવી છે. જો જે-તે એજન્સી દ્વારા દિવસ-૪માં જાતે દુર નહી કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના તમામ વાયરો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમાઈસીસ જેવી કે, શહેરમાં આવતા તમામ ઓવરબ્રિજ, અન્ડરબ્રિજ, પોલ, હોર્ડીંગ્સ વિગેરે જેવી પ્રિમાઈસીસમાં જે-તે કેબલ નેટવર્ક એજન્સી, ટેલિવીઝન નેટવર્ક, બ્રોડબેન્ડ નેટવર્ક એજન્સીને દિવસ-૪માં આ પ્રકારના વાયરો દુર કરી લેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુચના આપવામાં આવે છે. જો જે-તે એજન્સી દ્વારા દિવસ-૪માં આ પ્રકારના વાયરો દુર કરવામાં નહી આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વાયરો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ એન્ક્રોચમેન્ટ ઓફિસર અને એડી.સીટી એન્જીનિયર, રોશની શાખાએ જાહેર જનતા જોગ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application