BREAKING NEWS

થરાદના વાવમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની થશે ઉજવણી: સરકારનો નિર્ણય

  • January 19, 2026 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

77 માં પ્રજાસત્તાક પર્વની આગામી તારીખ 26 ના રોજ રાજ્ય કક્ષાની ઉજવણી વાવ થરાદ જિલ્લા ખાતે રાખવાનો નિર્ણય સરકારે કર્યો છે અને તેમાં મુખ્યમંત્રીના હાથે ધ્વજ વંદન રાખવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં ધ્વજવંદન કરાવશે.


મિનિસ્ટરોની મર્યાદિત સંખ્યાના કારણે અત્યાર સુધી અનેક જિલ્લા મથકના શહેરોમાં જે તે કલેકટરના હસ્તે ધ્વજ વંદન રાખવામાં આવતા હતા. પરંતુ થોડા સમય પહેલા મંત્રી મંડળના વિસ્તરણ પછી આ સમસ્યા દૂર થઈ છે અને હવે આ વખતે 25 જગ્યાએ મંત્રીઓના હસ્તે અને નવ જગ્યાએ જે તે જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી ખાતે કલેકટરના હસ્તે ધ્વજ વંદન રાખવામાં આવનાર છે.


સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પોરબંદરમાં કુંવરજીભાઈ બાવળીયા, ગીર સોમનાથ જિલ્લામાં પરસોતમ સોલંકી, કચ્છમાં કાંતિલાલ અમૃતિયા, સુરેન્દ્રનગરમાં દર્શનાબેન વાઘેલા, ભાવનગરમાં કૌશિકભાઈ વેકરીયા, અમરેલીના ત્રિકમભાઈ છાંગા અને બોટાદમાં રિવાબા જાડેજાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે.


ગુજરાતની વાત કરીએ તો નવસારીમાં કનુભાઈ દેસાઈ ગાંધીનગરમાં ઋષિકેશ પટેલ વલસાડમાં નરેશભાઈ પટેલ દાહોદમાં અર્જુનભાઈ મોઢવાડિયા સાબરકાંઠામાં પ્રદ્યુમન વાઝા ખેડામાં રમણભાઈ સોલંકી નર્મદામાં ઈશ્વરસિંહ પટેલ છોટાઉદેપુરમાં મનીષા વકીલ પંચમહાલમાં રમેશભાઈ કટારા મહેસાણામાં પ્રવીણભાઈ માળી ડાંગમાં જયરામભાઈ ગામીત વડોદરામાં કમલેશભાઈ પટેલ આણંદમાં સંજયસિંહ મહિડા મહીસાગર માં પુનમચંદ બરંડા અને પાટણમાં સ્વરુપજી ઠાકોરના હસ્તે ધ્વજ વંદન રાખવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News