ભારતીય રિઝર્વ બેંકએ દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ જાણવા પસદં કર્યેા આ વિકલ્પ,લોકોના અભિપ્રાયો, અપેક્ષાઓ અને ખર્ચ પેટર્ન પર માહિતી એકત્રિત કરાશે
ભારતીય રિઝર્વ બેંકએ દેશની અર્થવ્યવસ્થા અને ફુગાવા પર જાહેર અભિપ્રાય માપવા માટે એક મોટું પગલું ભયુ છે. શુક્રવારે, ભારતીય રિઝર્વ બેંકએ જાહેર અભિપ્રાયો, અપેક્ષાઓ અને ખર્ચ પેટર્ન પર માહિતી એકત્રિત કરવા માટે ત્રણ મહત્વપૂર્ણ સર્વે શ કર્યા. આ સર્વેના પરિણામો ભવિષ્યના નાણાકીય નીતિના નિર્ણયોને સીધા પ્રભાવિત કરશે.ભારતીય રિઝર્વ બેંક ફુગાવા, રોજગાર અને આવક અંગે જાહેર અપેક્ષાઓને સમજવા માટે દર કવાર્ટરમાં આવા સર્વે કરે છે.
આ વખતે, નવેમ્બર ૨૦૨૫ રાઉન્ડ હેઠળ ત્રણ મુખ્ય સર્વે શ કરવામાં આવ્યા છે જેમાં ઘરગથ્થુ ફુગાવાની અપેક્ષાઓ સર્વે , શહેરી ગ્રાહક વિશ્વાસ સર્વે , અને ગ્રામીણ ગ્રાહક વિશ્વાસ સર્વેનો સમાવેશ થાય છે.
આ સર્વેનો હેતુ શું છે?
પહેલો સર્વે, ઇન્લેશન એકસપેકટેશન્સ સર્વે ઓફ હાઉસહોલ્ડસ દેશભરના ૧૯ શહેરોમાં હાથ ધરવામાં આવી રહ્યો છે. તેમાં લોકોને પૂછવામાં આવશે કે આવનારા મહિનાઓમાં તેઓ ફુગાવામાં કેટલો વધારો કે ઘટાડો થવાની અપેક્ષા રાખે છે. આ સર્વે સામાન્ય ઘરોની દૈનિક વપરાશની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. બીજો, અર્બન કન્યુમર કોન્ફિડન્સ સર્વે, શહેરી રહેવાસીઓ પાસેથી તેમની નાણાકીય પરિસ્થિતિ, નોકરીની સ્થિતિ, ભાવ સ્તર, આવક અને ખર્ચ વિશે મંતવ્યો માંગશે. આ શહેરી આર્થિક વિશ્વાસની મજબૂતાઈ જાહેર કરશે. ત્રીજો સર્વે, રલ કન્યુમર કોન્ફિડન્સ સર્વે, ગ્રામીણ અને અર્ધ–શહેરી વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે. તે ૩૧ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકોને વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને આગામી વર્ષ દરમિયાન તેમની પરિસ્થિતિ અંગેની તેમની અપેક્ષાઓ વિશે પૂછશે.
આ સર્વે શા માટે મહત્વપૂર્ણ
રીઝર્વ બેંકના મતાનુસાર આ સર્વેક્ષણોના પરિણામો નાણાકીય નીતિ સમિતિ માટે મહત્વપૂર્ણ ઇનપુટ પૂરા પાડે છે. આ આંકડા ભવિષ્યમાં ફુગાવા, રોજગાર અને આવકમાં સામાન્ય લોકો કેવા પ્રકારના ફેરફારોની અપેક્ષા રાખે છે તે સમજવામાં મદદ કરે છે