BREAKING NEWS

પરાબજારમાં નોનવેજ વેચાણ કરતી સાત દુકાનોને રૂ. ૭૦ હજારનો દંડ ફટકારતા નિવાસી અધિક કલેક્ટર

  • July 24, 2026 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના કડક અમલીકરણના ભાગરૂપે કૃષ્ણપરા વિસ્તારની સાત મટન, ચિકન અને ફિશ દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અનહાઇજેનિક પરિસ્થિતિમાં તેમજ અસ્વચ્છ રીતે માંસનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવતા વહીવટી તંત્રએ સાત વેપારીઓને કુલ રૂ. ૭૦ હજારનો દંડ ફટકાર્યો છે.નોનવેજનું વેચાણ કરતા અમુક વેપારીઓ સામે તંત્રએ કાર્યવાહી કરી છે. રાજકોટના અધિક નિવાસી કલેકટર જે.એચ. બારોટ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ દરેક વેપારીને રૂ. ૧૦,૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે. જેમાં કુલ રૂ. ૭૦,૦૦૦ની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામ કેસોમાં મુખ્ય કારણ અનહાઇજેનિક પરિસ્થિતિમાં તથા અસ્વચ્છ રીતે માંસનું વેચાણ કરવાનું હોવાનું નોંધવામાં આવ્યું છે. જે વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં કૃષ્ણપરા, પરા બજાર સ્થિત નસીબ મટન શોપના ઈકબાલભાઈ યુસુફભાઈ ચૌહાણ, અજમેરી ચિકન શોપના રફીકભાઈ બચુભાઈ માંડલીયા, ૪૭ મટન શોપના સલીમ અહેમદભાઈ ચૌહાણ, કાથરોટીયા મટન શોપના ઉમરભાઈ રહેમાનભાઈ કાથરોટીયા, ઈમ્તિયાઝભાઈ આબદાણીના અબ્દુરભાઈ સીતારભાઈ આબદાણી, નાઝનીન ફિશ શોપના યુસુફ ગનીભાઈ જસરાયા તેમજ શાકીર અબ્બાસભાઈનો સમાવેશ થાય છે. આ તમામને સમાન પ્રકારના નિયમભંગ બદલ રૂ. ૧૦-૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરાવવાના હેતુથી કરવામાં આવેલી આ કાર્યવાહી શહેરના અન્ય માંસ વેચાણકારો માટે પણ ચેતવણીરૂપ માનવામાં આવી રહી છે. સ્વચ્છતા જાળવીને ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરવું વેપારીઓની કાનૂની જવાબદારી છે અને નિયમોના ભંગ સામે તંત્ર દ્વારા આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application