BREAKING NEWS

આકાશને આંબવા માટે ખંભાળિયાવાસીઓમાં થનગનાટ: કાલે મકરસંક્રાંતિનો પર્વ ઉજવાશે

  • January 13, 2026 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉમંગ - ઉત્સાહના પર્વ એવા મકરસંક્રાંતિની આવતીકાલે બુધવારે ભવ્ય ઉજવણી કરવા માટે ખંભાળિયાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં વિવિધ આકાર, પ્રકારના પતંગો, ફીરકી, માંજા, ઉપરાંત પીપૂડા અને મુખૌટા સહિતની જુદી જુદી ચીજ વસ્તુઓના વેપારીઓને ત્યાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગ્રાહકોની નોંધપાત્ર ભીડ જોવા મળી રહે છે.
​​​​​​​

આવતીકાલે ઉતરાયણ પર્વ નિમિત્તે સવારથી જ ખાસ કરીને બાળકો તથા યુવા હૈયાઓ પતંગ ઉડાડવાની મોજ માણવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. આ વખતે દેશભક્તિ સહિતની જુદી જુદી થીમ સાથેના પતંગોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજે પણ આ દુકાનોમાં ગ્રાહકોને ભીડ જોવા મળી હતી.  ઉતરાયણમાં પતંગોત્સવ સાથે લોકો ઊંધિયું ખાવાની મોજ માણશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application