સિહોર તાલુકાના પીપરડી ગામના રહીશો પ્લોટની માંગ સાથે ધરણાં પર
જ્યાં સુધી પ્લોટ ફાળવણી ન કરવામાં આવે ત્યાં સુધી ધરણા શ રાખવા નિર્ણય
સિહોર તાલુકાના પીપરડી ગામે પ્લોટની માંગણી સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે ધારણ શરૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી પ્લોટની ફાળવણી કરવામાં ન આવે ત્યાં સુધી ધારણ ચાલુ રાખવા નિર્ણય જાહેર કર્યો હતો.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પીપરડી ગામે પ્લોટ વિહોણા પરિવારોને તત્કાળ ધોરણે સરકાર દ્વારા જંત્રીના ભાવે પ્લોટની ફાળવણી કરવા મુદ્દે સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ મકવાણા (મામસી), બટુકભાઈ રાઠોડ (કરકોલીયા), નરેશભાઈ જસાણી (વળાવડ), સુરેશભાઈ ચૌહાણ (સિહોર શહેર કોંગ્રેસ આગેવાન), હિંમતભાઈ જમોડ (પીપરડી), ભરતભાઈ સોલંકી (આંબલા), દિપકભાઈ સોલંકી (આંબલા), બળવંતભાઈ પરમાર (આંબલા), લલિતભાઈ રાઠોડ (પીપરડી), જાહિદભાઈ બલોચ (તાલુકા પંચાયત સદસ્ય), રણજીતભાઇ મોરી મહામંત્રી (સિહોર તાલુકા કોંગ્રેસ), અજીતભાઇ ચૌહાણ (લીંબડધાર, સરપંચ)તેમજ સમસ્ત પીપરડી ગામના , લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જ્યાં સુધી પ્લોટ ફાળવણી ન થાય ત્યાં સુધી અનિશ્ચિત સમય સુધી તાલુકા પંચાયત કચેરી સિહોર ખાતે ધરણા શરૂ કરવામાં આવ્યા હતા.