BREAKING NEWS

મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા, ભુપેન્દ્ર પટેલ સાંજે નવા મંત્રીમંડળનું લિસ્ટ રાજ્યપાલને સોંપી શકે

  • October 16, 2025 04:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને સીએમ ભુપેન્દ્ર પટેલ મુંબઈથી આવી સીધી તેમના નિવાસસ્થાને વર્તમાન ધારાસભ્યોની વન ટુ વન બેઠક કરી હતી. બેઠક બાદ સીએમ સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા છે. સૌપ્રથમ રાજીનામું નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આપ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાંજે નવા મંત્રીમંડળનું લિસ્ટ રાજ્યપાલને સોંપી શકે છે. 


આવતીકાલે સવારે 11:30 વાગ્યે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. જેને લઈને રાજ્યપાલ દ્વારા આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે. ​​​​​​​


રાત્રે 8 વાગ્યે CM નિવાસસ્થાને મહત્ત્વપૂર્ણ બેઠક

આજે રાત્રે 8 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક મળશે. સીએમ હાઉસની બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રખાશે તથા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધન કરશે. મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને સીએમ હાઉસ ખાતેની બેઠકમાં જ જાણ કરવામાં આવશે.


મહાત્મા મંદિરમાં તૈયારીઓ શરૂ

શપથવિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને રાજકીય મહેમાનોના આગમનની પણ પૂરી તૈયારીઓ કરાઈ રહી છે. ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા આજે ગુરુવારે સાંજે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર પહોંચી જશે, જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા શુક્રવારે સવારે આવશે. સામાન્ય રીતે માત્ર મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય ત્યારે ભાજપના હાઇકમાન્ડમાંથી આટલા બધા નેતાઓ હાજર રહેતા નથી, તેથી સરકારમાં મોટેપાયે બદલાવ થવાનો સંકેત આવી રહ્યો છે.​​​​​​​

સ્વર્ણિમ સંકુલ 1 અને 2મા ખાલી ઓફિસોમાં સાફસફાઈ કરાઈ

નવા મંત્રીઓનો શુક્રવારે શપથગ્રહણ યોજાઈ શકે ત્યારે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મંત્રીઓની ઑફિસમાં સાફસફાઈ કાર્ય શરુ કરાયું છે. આ વખતે મંત્રીમંડળનું કદ 20થી વધુ મંત્રીઓનું હોઈ શકે છે. જેના પગલે સ્વર્ણિમ સંકુલ-2ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઑફિસોની સફાઈ શરુ કરાઈ છે જેના કારણે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણની વાત લગભગ સાચી ઠરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application