વડોદરાના ચકચારી પડકારરૂપ ભાયલી ગેંગ રેપ કેસમાં 48 કલાકમાં આરોપી ત્રિપુટીને ઝડપી ગુનાનો ભેદ ઉકેલનાર વડોદરા ક્રાઈમ બ્રાન્ચના પૂર્વ ડીસીપી હાલ સીઆઈડી આઇબી ગાંધીનગરના એસપી એચ એ રાઠોડ, વડોદરા ડીસીબી પીઆઇ આર જી જાડેજા, પીઆઇ એચ ડી તુવર પીએસઆઇ પી એમ ધાખડા સહિત 17 પોલીસ અધિકારી અને જવાનોની કામગીરીની નોંધલઈ સરકારે પ્રશંસા પત્ર સાથે રોકડ 4.80 લાખના ઈનામની જાહેરાત કરી છે.
ગત ઓક્ટોબર 2024માં વડોદરાના ભાયલીમાં નવરાત્રીમાં 16 વર્ષીય સગીરા મિત્ર સાથે બેઠી હતી. ત્રણ નરાધમે સગીરાના મિત્રને પકડી સગીરા પર ગેંગ રેપ કર્યો હતો. સગીરાનો ફોન ઝુંટવી લૂંટ ચલાવતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગેંગરેપ વિથ લૂંટનો ગુનો નોંધાતા રાજ્યભરમાં ચકચાર આ કેસમાં ચકચાર જાગી હતી ક્રાઈમ બ્રાન્ચે ત્રણને ગણતરી કલાકોમાં પકડી પાડયા હતા.
48 કલાકમાં 4 લાખ કોલ ટ્રેસ, 45 કિમીમાં 1100 સીસીટીવી ચેક કર્યા હતા
ડીસીબી બ્રાન્ચની ટીમ ચેલેન્જરૂપ કેસમાં આરોપીને ઝડપી પાડવા અલગ અલગ ટીમ બનાવી 48 કલાકમાં 4 લાખ કોલ ટ્રેસ કર્યા હતા અને 45 કિમી વિસ્તારમાં 1100 સીસીટીવી તપાસીને આરોપીને પકડી પાડ્યા હતા. ત્રિપુટીનું લોકેશન ત્રણ સ્થળે મેચ થતા પોલીસે ત્રિપુટીને ઝડપી લીધી હતી.
ગેંગરેપ વિથ લૂંટ કેસમાં ઝડપાયેલી ત્રિપુટી યુપીના મુલ્લા અબ્બાસ બનજારા
ઉં.વ.27,એ. એકતાનગર, કિસ્મત ચોકડી, મુમતાજ ઉર્ફે આફતાબ બનજારા, રહે.એક્તાનગર કિસ્મત ચોકડી પાસે કાળી તલાવડી, તાંદલજા વડોદરા, શાહરુખ મિતાલી બનજારા ઉં.વ.26. રહે.અસા હાઇટ્સ, ઈ-ન્ટાવર, સનફામાં કંપની પાછળ વડોદરા મૂળ ઉત્તર પ્રદેશ વાળાની ધરપકડ કરવામાં આવી હતી.
૩ સેકન્ડના કોલ અને દુષ્કર્મ પછી ચા પીધાનું લોકેશન મળ્યુંને આરોપી પકડાયા
દુષ્કર્મ આચાર્ય બાદ સગીરાના મોબાઈલની લૂંટ ચલાવી આરોપીઓ ચા પીવા ઘટના સ્થળેથી લગભગ 9 કિમી દુર રજવાડી હોટલે ચા પીતા હોવાનું લોકેશન અને ઘટના સ્થળે, સગીરાનો ફોન ઉપડયો તેની સાથે લોકેશન મેચ થતા પોલીસે મુન્નાને લોકેશન પરથી પોલીસે મુન્નાને ઉઠાવી આરોપીઓને પકડી પાડ્યા હતા.
100 બાતમીદારોને બેવડી (ડબલ) ટીપ્સની ઓફર કરેલ અંતે પોલીસ સફળ રહી
ભાયલી ગેંગરેપમાં જિલ્લા અને શહેર પોલીસ ઉપરાંત અમદાવાદ કાઈમ બ્રાન્ચની ટીમો પણ જોતરાઈ હતી. આરોપીઓ ઝડપથી પકડાઈ જાય તે માટે જિલ્લા પોલીસે 100 ખબરીઓને રૂટીન ટિપ્સ કરતાં ડબલ ટિપ્સ આપવાની ઓફર કરી હતી. પરંતુ બાતમીદારો ટીપ્સ આપે તે પૂર્વે જ વડોદરા કાઈમ બ્રાન્ચના હાથે આરોપીઓ ત્રિપુટી ઝડપી પાડી હતી.