ગુરુગ્રામ જમીન કૌભાંડ કેસમાં ઇડી રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરી રહી છે. જ્યારે રોબર્ટ વાડ્રા ઇડી ઓફિસ પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો પણ બહાર હાજર હતા. કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.
વાડ્રાએ કહ્યું કે આ રાજકીય બદલો છે. સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. આ સાથે વાડ્રાએ કહ્યું કે આ મામલામાં કંઈ નથી. છેલ્લા વીસ વર્ષમાં મને 15 વખત સમન્સ મોકલવામાં આવ્યું હતું અને દરેક વખતે મારી 10 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. મેં 23000 દસ્તાવેજો સબમિટ કર્યા છે.
આ દરમિયાન વાડ્રાએ તેમના સમર્થકો એટલે કે કોંગ્રેસના કાર્યકરોનું અભિવાદન પણ કર્યું. અગાઉ, 8 એપ્રિલે જારી કરાયેલા પહેલા સમન્સમાં વાડ્રા હાજર થયા ન હતા. આજે વાડ્રા તપાસમાં સહયોગ કરવા માટે ઇડી ઓફિસ પહોંચ્યા.
કેન્દ્રીય તપાસ એજન્સી તેમની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટી સંબંધિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી રહી છે. ઇડી અનુસાર વાડ્રાની કંપનીએ ફેબ્રુઆરી 2008માં ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી ગુડગાંવના શિકોફુરમાં 3.5 એકરનો પ્લોટ 7.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પછી વાડ્રાની કંપનીએ આ જમીન રિયલ એસ્ટેટ જાયન્ટ ડીએલએફને 58 કરોડ રૂપિયામાં વેચી દીધી.
કેન્દ્રીય એજન્સીને શંકા છે કે આ રકમ મની લોન્ડરિંગ યોજનાનો ભાગ હોય શકે છે અને તેથી આ અણધાર્યા નફા પાછળના નાણાંની તપાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ આવકવેરા વિભાગની આવક ૧૭ ટકા વધીને રૂપિયા ૪,૩૭૯ કરોડ પર પહોંચી
May 02, 2025 03:22 PMતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech