ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચ મકર સંક્રાતિએ તા.14ના રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે જેને લઈને આજરોજ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ટિમ રાજકોટ આજે બપોરે આવી પહોંચશે ટિમ ઇન્ડિયાને સંયાજી હોટેલમાં અને ન્યુઝીલેન્ડની ટીમને ફોર્ચ્યુન હોટેલમાં રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ટિમના આગમન પૂર્વે જ સયાજી અને ફોર્ચ્યુન હોટેલમા ક્રિકેટ ફીવર છવાયો છે. હોટેલ બહાર પ્લેયર્સના કટ આઉટ, હોર્ડિંગ્સ અને હોટેલની અંદર પણ ક્રિકેટ થીમ ઉભી કરવામાં આવતા ક્રિકેટ રસિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ન્યુઝીલેન્ડ સિરીઝ બચાવવા કરો યા મરોની સ્થિતિએ મેદાનમાં ઉતરશે
ગઈકાલે વડોદરામાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતની ટીમે કીવી સામે મોટી જીત હાંસલ કરી હતી. 26 વર્ષ પૂર્વે 1999માં રાજકોટ ખાતે રમાયેલી ભારત સામેની વન-ડેમાં ન્યુઝીલેન્ડની ટીમે બાજી મારી હતી. આથી ભારતની ટિમ બીજી વન-ડેમાં કીવી સામે હારનો બદલો લેવાની સાથે સિરીઝ કબ્જે કરવા મેદાનમાં ઉતરશે. જ્યારે ન્યુઝીલેન્ડ સિરીઝ બચાવવા કરો યા મરોની સ્થિતિએ મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીની સંભવિત વર્લ્ડ કપ બાદની નિવૃત્તિના કારણે રાજકોટમાં બંનેની આ છેલ્લી મેચ હોવાથી ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ખંઢેરી સ્ટેડિયમ ખાતે તૈયારીને આખરી ઓપ
તા.14મીના મેચને લઈને ખંઢેરી સ્ટેડિયમ ખાતે તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતી કાલે બંને ટિમ નેટ પ્રેક્ટિસ કરશે.