રાજકોટ કલેકટર કચેરીમાં આવતીકાલનો દિવસ બેઠક દિવસ જેવો રહેશે. કાલે આરઓ અને લેન્ડ ગ્રેબીંગ કમીટીની બેઠક મળનારી છે. રેવન્યુ ઓફિસરની બેઠકમાં સરકારી જમીનોને લગતા રીપોર્ટ તેમજ અન્ય રેવન્યુ રાહેની કામગીરીની સમીક્ષા થશે. જયારે રાજકોટ શહેર અને જિલ્લ ામાં મિલકતો પર થયેલી પેશકદમી અંગેના ૬૫ કેસોની છણાવટ સાથેનો નિર્ણય લેવાશે.
કાલે મંગળવારે સવારના સમયમાં આરઓ બેઠક મળનારી છે જેમાં ડેપ્યુટી કલેકટરથી લઈ નાયબ મામલતદાર સુધીના કર્મચારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જિલ્લ ામાં સરકારી જમીનો પર કયાં કેટલા દબાણો છે, કેટલા દબાણો દુર કરાયા, કેટલા દબાણોને નોટીસ અપાઈ ? તેમજ જમીનને લગતા કેસ બાબતની ચર્ચા વિચારણા સાથે કલેકટર અધિકારીઓ પાસેથી તેમની કામગીરીની સમીક્ષા રીપોર્ટનો અભ્યાસ કરશે. જરૂરી સુચનાઓ અપાશે. રેવન્યુ ઓફિસર બેઠક બાદ બપોરે પછી લેન્ડ ગ્રેબીંગ કમીટીની બેઠક મળનારી છે. રાજકોટ શહેર અને જિલ્લ ામાં આવેલી ખાનગી મિલકતોમાં કબજાઓ ભાડુઆતો દ્રારા મિલકતો ખાલી ન કરવી, ગેરકાયદે પેશકદમી સહિતના ૬૫ કેસ મુકાશેનું જાણવા મળે છે.
કલેકટર અને અન્ય અધિકારીઓ ઉપરાંત પોલીસ વિભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહેશે જેમાં કયા કેસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરવી અને કઈ અરજી દફતરે કરવી તે સહિતના નિર્ણયો લેવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરટીઇમાં એડમિશન મેળવનાર માટે પ્રવેશ કન્ફર્મ કરવાની કાલે છેલ્લી તક
May 07, 2025 10:03 AMજાહેર સલામતીને સુનિશ્ચિત કરવા આજે દ્વારકા જિલ્લામા 'ઓપરેશન અભ્યાસ' અન્વયે મોકડ્રિલ
May 07, 2025 09:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech