BREAKING NEWS

વેપારી ચોપડા પૂજન કરવા ગયા ને પાછળથી ચોર ત્રાટક્યા, ઘરમાંથી 40.30 લાખની ચોરી કરી, રાજકોટના ભક્તિનગરનો બનાવ

  • October 21, 2025 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ભકિતનગર સોસાયટી શેરી નંબર ૫ માં સોની વેપારીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી સોનાના–ચાંદીના દાગીના તથા રોકડ પિયા ૮ લાખ સહિત કુલ પિયા ૪૦.૩૦ લાખની મત્તા ચોરી કરી ગયા હતા જે અંગે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વેપારી પરિવાર સાથે ચોપડા પૂજન કરવા માટે પેલેસ રોડ પર આવેલી પોતાની દુકાને ગયા હતા. દરમિયાન કલાકો માટે બધં રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ચોરીની આ ઘટનાને લઈ પોલીસે સીસીટીવી ફટેજના આધારે તસ્કરોના સઘળ મેળવવા તપાસ હાથ ધરી છે. ભકિતનગર પોલીસ ઉપરાંત એલસીબી અને ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસમાં ઝંપલાવ્યું છે.


ચોરીના બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભકિતનગર સોસાયટી શેરી નંબર–૫ પોસ્ટ ઓફિસ સામે અલભ્ય મકાનમાં રહેતા દિશાંતભાઈ જયેશભાઈ રાણપરા (ઉ.વ ૩૦) નામના સોની વેપારીએ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને પેલેસ રોડ પર ઘડામણ ધ ફાઈન ક્રાટિંગ નામની સોનાના દાગીનાની દુકાન આવેલી છે. પરિવારમાં તે તથા તેમના પિતા જયેશભાઈ, માતા સ્મિતાબેન અને પત્ની ખુશ્બુ તથા બહેન ભૂમિ બહેન છે.


ત્રણેય દુકાને જવા માટે નીકળ્યા હતા

ગઇકાલે સોની વેપારીને દુકાને ચોપડા પૂજનની વિધિ હોવાથી રાત્રિના સાડા સાતેક વાગ્યે વેપારીના પિતા તથા માતા ઘરેથી દુકાને ગયા હતા. ત્યારબાદ ૭:૪૫ વાગ્યા આસપાસ વેપારી તથા તેમના પત્ની અને બહેન ત્રણેય દુકાને જવા માટે નીકળ્યા હતા તે સમયે ઘરના દરવાજા બધં કરી તાળા મારી દુકાને ગયા હતા. રાત્રિના ૧૧:૩૦ વાગ્યા આસપાસ ચોપડા પૂજનની વિધિ પૂરી કરી દુકાનેથી ઘરે આવવા માટે નીકળ્યા હતા વેપારી તથા તેમના પત્ની વહેલા ઘરે પહોંચ્યા હતા. પરંતુ ઘરના દરવાજાની તાળાની ચાવી માતા પાસે હતી અને તે પણ પાછળ આવતા હોય જેથી તેઓ અહીં ઘર પાસે થોડીવાર ઉભા રહ્યા હતા બાદમાં તેમના માતા આવતા તેમણે મેઇન દરવાજાનું તાળું ખોલી અંદર ગયા હતા. દિશાંતભાઇ બહાર ઉભા હતા દરમિયાન તેમના માતા દોડતા દોડતા બહાર આવ્યા હતા અને કહ્યું હતું કે, દિશાંત ફટાફટ અંદર આવ જેથી તેમને પૂછયું હતું કે શું થયું તો કહ્યું હતું કે ચોરી થઈ હોય તેવું લાગે છે. જેથી તે તુરતં ઘરમાં જઈ જોતા અંદર સામાન વેરવિખેર હોય મકાનના પાછળનો દરવાજો ખુલ્લી હાલતમાં હોય મની લાઇટ પણ ચાલુ હતી.​​​​​​​

કબાટની અંદરનું ખાનું જોતા તોડવાની કોશિશ કરી હતી

બાદમાં તપાસ કરતા બીજા માળે રૂમ આવેલ છે તે રૂમમાં પણ સામાન વેરવિખેર હતો અને લાકડાનો કબાટ ખુલેલો હતો. કબાટની અંદરનું ખાનું જોતા તોડવાની કોશિશ કરી હતી અને ઘરમાંથી જુદા જુદા મના કબાટની તિજોરીના ખાના ખોલી સોના તથા ચાંદીના દાગીના તથા રોકડ રકમ ની ચોરી થયાનું માલુમ પડું હતું. જેમાં સોનાના દાગીના ૫૭૨ ગ્રામ કિંમત પિયા ૨૯.૫૦ લાખ, ચાંદીના દાગીના ત્રણ કિલો કિંમત પિયા ૨.૮૦ લાખ અને રોકડ .૮,૦૦,૦૦૦ સહિત કુલ પિયા ૪૦.૩૦ લાખની ચોરી થયાનું માલૂમ પડું હતું. ચોરીના આ બનાવને લઈ સોની વેપારીની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે ગુનો દાખલ કરી તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application