BREAKING NEWS

રાજકોટ એસટી બસપોર્ટમાં જૂનાગઢ શિવરાત્રી મેળાના યાત્રિકોનો ધસારો

  • February 13, 2026 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોજિંદી બસો ફુલ પેક, ૩૦ એકસ્ટ્રા બસ તૈનાત કરાઇ: ડિવિઝનની દૈનિક આવક ૭૦ લાખે પહોંચ

હર..હર..મહાદેવ અને બમ બમ ભોલે..ના નાદ સાથે સૌરાષ્ટ્ર્ર ગુજરાતના યાત્રિકોએ લઘુ કુંભ સમા જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં જવા માટે પ્રયાણ કયુ છે. રાજકોટથી જૂનાગઢ જતી રોજિંદી એસટી બસો ફુલ પેક દોડી રહી છે અને મેળાનો દિવસ નજીક આવતા યાત્રિકોનો ધસારો વધતા રાજકોટ એસટી ડિવિઝન દ્રારા ૩૦ એકસટ્રા બસ તૈનાત કરાઇ છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક એમ.પી.રાજએ જણાવ્યું હતું કે જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં જતા ભાવિકો માટે ૩૦ એકસટ્રા બસો તૈનાત રખાઇ છે તેમજ આ બસો માટે અલાયદું પ્લેટફોર્મ અને હેલ્પ ડેસ્ક પણ ફાળવ્યું છે. મહાશિવરાત્રીના મેળા આડે હવે કત બે દિવસ બાકી રહ્યાં હોય આજથી ટ્રાફિક વધશે તેવી આશા તેમણે વ્યકત કરી હતી.તેમણે ઉમેયુ હતું કે મહાશિવરાત્રિના મેળા ઉપરાંત હાલ લગાળો હોય ડેઇલી ટ્રાફિક પણ વધતા ડિવિઝનની દૈનિક આવક .૭૦ લાખે પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થયા બાદ ત્યાંથી રિટર્ન ટ્રાફિકને પહોંચી વળવા જૂનાગઢ એસટી ડિવિઝન એકસટ્રા બસો દોડાવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application