રાજકોટ શહેરમાં એપ્રિલ માસની કાળઝાળ ગરમી વચ્ચે ઠંડકનો અહેસાસ મેળવવા મહાપાલિકાના સ્વિમિંગ પુલમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ચાર સ્વિમિંગ પુલમાં તા.૨૭ માર્ચથી ૨૬ એપ્રિલ સુધીમાં ૭૪૩૯ મેમ્બરનું રજિસ્ટ્રેશન થતા તમામ બેચ હાઉસફુલ થઇ ગઇ છે.ઓનલાઇન રજિસ્ટ્રેશન થતું હોય લાગવગશાહી બંધ થઇ છે તેમ છતાં રજિસ્ટ્રેશનમાં બાકી રહી ગયેલાઓ દ્વારા ભલામણોનો મારો ચલાવવામાં આવી રહ્યાનું જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ, મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડ, સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પેડક રોડ તથા જીજાબાઇ મહિલા સ્નાનાગાર સાધુવાસવાણી રોડ સહિતના ચાર સ્નાનાગારો ખાતે શિખાઉ તથા જાણકાર સભ્યો માટે પ્રવેશ પ્રક્રિયા તા.૨૭ માર્ચથી થી શરૂ કરવામાં આવી હતી જેમાં રજિસ્ટ્રેશન શરૂ થયાના ૩૦ દિવસમાં જ કુલ ૭૪૩૯ જેટલા સભ્યોનું રજિસ્ટ્રેશન થઇ જતા તમામ બેચ હાઉસફુલ થઇ છે. દરમિયાન રીનોવેશનના કારણોસર છેલ્લા દસ મહિનાથી બંધ રહેલો રેસકોર્સ સ્વિમિંગ પુલ પણ આગામી તા.૧લી મેથી ખુલો મુકાશે અને તેના મેમ્બર્સનું ઓનલાઇન રજિસ્ટ્રેશન આગામી તા.૨૮ને સોમવારથી શરૂ થશે.
ક્યા સ્વિમિંગ પુલના કેટલા મેમ્બર નોંધાયા
૧.કોઠારીયા રોડ સ્વિમિંગ પુલ ૨૩૬૩
૨. કાલાવડ રોડ સ્વિમિંગ પુલ ૨૬૯૦
૩.પેડક રોડ સ્વિમિંગ પુલ ૧૮૦૯
૪. સાધુ વાસવાણી રોડ સ્વિમિંગ પુલ ૫૭૭
કુલ નોંધાયેલ સભ્યોની સંખ્યા ૭૪૩૯
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગારિયાધારના લુવારા અને ફિફાદ વચ્ચે મેરામણ પુલમાં ખાનગી બસ ફસાઈ
June 17, 2025 02:43 PMમેઘરાજાએ પધરામણી સાથે શેત્રુંજી જળાશય ભરી દીધો:ઉમરાળામાં સાડાચાર ,વલભીપુરમાં ત્રણ ઈંચ વરસાદ
June 17, 2025 02:42 PMપાંચટોબરા-દામનગર રોડ પરથી વિદેશી દા ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો
June 17, 2025 02:37 PMબોરતળાવ પોલીસ મથકમાં નોંધાયેલા દાના ગુનાનો આરોપી ૬વર્ષે આવ્યો પોલીસ પકડમાં
June 17, 2025 02:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech