પુતીનની ભારત મુલાકાત ફળદાયી બની રહી છે અને મોદી સાથેની મૈત્રી દેશના વિકાસમાં નવું પરિમાણ ઉમેરી રહી છે. રશિયાએ ભારતને આર્કટિક ક્લાસ જહાજ બનાવવામાં સહ ભાગીદારી કરવાની પ્રસ્તાવ મુક્યો છે. કે જેથી આગામી સમયમાં આવા જહાજ 2થી 3 મીટર ઊંચા બરફના પહાડ તોડીને ઉત્તરી સમુદ્ર માર્ગ પર ચાલી શકે અને તેલનું પરિવાન કરી શકે. આ જહાજ ટેન્કર કે કન્ટેનરનું પરિવાન કરી શકે તેવા બનાવશે. જેનાથી ભારતને સસ્તું તેલ મળશે અને વેપાર વધુ મજબુત બનશે. બન્ને દેશો વચ્ચે આ નવું રણનીતિક કદમ માનવામાં આવી રહ્યું છે.
ભારત અને રશિયા વચ્ચે રક્ષા,ઉર્જા અને વેપાર કરાર બાદ નવો પ્રોજેક્ટ અમલમાં આવી શકે છે, આર્કટિક ક્ષેત્રમાં જહાજ નિર્માણ એક એવું આયામ બની શકે છે, રશિયાના પહેલા ઉપ પ્રધાનમંત્રી ડેનીસ મનટુરોવે જણાવ્યું હતું કે આર્કટિક ક્લાસ જહાજ સંયુક્ત રીતે બનાવવાના આ પ્રોજેકટથી બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે.આ પ્રસતાવ રશોયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા દરમિયાન ચર્ચાનું કેન્દ્ર બનશેતેમણે વધુમાં જણાવ્યું હતું કે આર્કટીકની કઠોર મોસમ અને ભોગોલીક પડકારો ને પહોચી વળવા વિશેષ પ્રકારના જહાજ બનાવવા પડે તે જરૂરી છે. આર્કટિકમાં પરિવાન માટે ઉચ્ચ કોટીના કાર્ગો જહાજ જરૂરી છે.આ પહેલ ઓક્ટોબરમાં નવી દિલ્હીમાં યોજાયેલી રશિયા અને ભારત કાર્ય સમૂહની પહેલી બેઠક બાદ આગળ ધપી છે.જેમાં રોસાટોમના વિશેષ પ્રતિનિધિ પાનોવ અને ભારતના શીપીંગ મંત્રી રાજેશ કુમાર સિન્હાએ ભાગ લીધો હતો. બન્ને દેશોએ ઉત્તરી સમુદ્ર માર્ગ પર સ્લોપ બનાવવા અને ભારતીય ચાલક દળને તાલીમબદ્ધ કરવા પર ભાર મુક્યો હતો,
આર્કટિક જહાજની વિશેષતા
આ જહાજ એવા છે કે જે બરફ આસાનીથી તોડી શકે અને પોતાનો માર્ગ મોકળો બનાવી શકે છે.ઉપરાંત ખુબ જ ઠંડી અને કઠીન સ્થિતિમાં પણ કામ કરી શકે.આ જહાજ સામાન્ય જહાજ થી અલગ હોય છે કે જેની દીઝ્ઝેન જ એવી બનાવાય કે જે આસાનીથી બરફ તોડી શકે. રશિયા આ બાબતમાં અગ્રેસર છે જયારે ભારત આ ઉદ્યોગ ધીમે ધીમે વિકાસ પામી રહ્યો છે.