રાજકોટ પોરબંદર હાઇવે પર ગુંદાળા ચોકડી નજીક ચાની હોટલ પાસે ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવી રહેલા ચાર શખસોને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચાર વાહન છ મોબાઈલ સહિત કુલ રૂ.4.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઓલ પેનલ૭૭૭ નામની માસ્ટર આઇડી મારફત આ ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. જેમાં 6 લાખનું બેલેન્સ જોવા મળ્યું હતું આ મામલે પોલીસે રાજકોટના બે સહિત પાંચને વોન્ટેડ જાહેર કર્યા છે. આ અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
એસએમસીના ડીવાયએસપી કે.ટી. કામરીયાની રાહબરી હેઠળ ટીમ રાજ્યમાં દારૂ અને જુગાર સહિતની પ્રવૃત્તિઓને ડામવા માટે પ્રયત્નશીલ હતી. દરમિયાન પીએસઆઇ એસ.એચ.ગઢવી તથા તેમની ટીમને મળેલી બાતમીના આધારે રાજકોટ પોરબંદર હાઇવે પર ગોંડલમાં ગુંદાળા ચોકડી નજીક ખેતલાઆપા ટી સ્ટોલ પાસે ક્રિકેટ સત્તાનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. પોલીસે ઓલપેનલ ૭૭૭ નામની માસ્ટર આઇડી મારફત ક્રિકેટ સટ્ટો રમાડી રહેલા આદિલ સતારભાઈ ચોટલીયા (ઉ.વ 29 રહે. બસ સ્ટેન્ડ પાછળ સુમરા સોસાયટી, ગોંડલ), મિતેશ પ્રવીણભાઈ મશરૂ (ઉ.વ ૩૨ રહે. ગુંદાળા રોડ, વલ્લભ વાટિકા સોસાયટી, ગોંડલ) તથા મદદગારી કરનાર સાહિલ હનીફભાઈ પીરજાદા (ઉ.વ 27 રહે. બસ સ્ટેન્ડ પાછળ, સુમરા સોસાયટી, ગોંડલ) અને નદીમ અબ્દુલભાઈ ચોટલીયા (ઉ.વ 30 રહે. બસ સ્ટેન્ડ પાછળ સુમરા સોસાયટી ગોંડલ) ને ઝડપી લીધા હતા.
પોલીસે દરોડા દરમ્યાન રોકડ રૂપિયા 45,500, ચાર વાહન, છ મોબાઈલ સહિત કુલ રૂપિયા 4.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ જે માસ્ટર આઇડી મારફત ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા તે આઈડી માં રૂ. 6 લાખનું બેલેન્સ જોવા મળ્યું હતું.
ક્રિકેટ સટ્ટાના આ નેટવર્કમાં માસ્ટર આઇડી આપનાર તરીકે વિજય ઉર્ફે ભગવાન સુધીરભાઈ પોપટ (રહે. જુનાગઢ) નું નામ ખુલ્યું છે. જ્યારે ગ્રાહક તરીકે મામા, ભૂરો કૌશિક (રહે બંને રાજકોટ) તથા એક મોબાઈલ નંબરના ધારકનું નામ ખુલ્યું છે પોલીસે આ પાંચેય શખસોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે હાલ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech