રાજકોટના રેસકોર્સ મેદાનમાં હાલ ભક્તિ અને પર્યાવરણના જતનનો ત્રિવેણી સંગમ રચાયો છે. સાળંગપુર ધામના હરિપ્રકાશદાસજી સ્વામીના મુખે વહેતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. કથાના ત્રીજા દિવસે પણ હજારોની સંખ્યામાં લોકોએ કથાનું રસપાન કર્યું હતું.
આ કથા દરમિયાન સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. સંસ્થાએ સારંગપુર ધામને ગ્રીન (વૃક્ષારોપણ) બનાવવાનો સંકલ્પ કર્યો છે. કોઈપણ વ્યક્તિ માત્ર રૂ.1500ના સહયોગ આપી આ સેવામાં ભાગીદાર બની શકે છે.
આ માટે કથા સ્થળ પર ખાસ સ્ટોલ રાખવામાં આવ્યો છે અથવા 8000288888 નંબર પર સંપર્ક કરી શકાય છે. સ્વામીજી પોતાની આગવી અને યુવાનોને સ્પર્શતી શૈલીમાં હનુમાન ચાલીસાનું રહસ્ય સમજાવી રહ્યા છે. રવિવારે અંદાજે 38,000 અને સોમવારે 30,000થી વધુ શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી. કથાની શરૂઆત દરરોજ આરતી અને રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવે છે, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને રાષ્ટ્રપ્રેમથી તરબતર થઈ જાય છે.
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સારંગપુર ધામને હરિયાળું બનાવવાના આ અભિયાનમાં ભક્તોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો માત્ર 1500 રૂપિયા જેવી રકમ આપીને આ ગ્રીન પ્રોજેક્ટમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.