ભવનાથ તળેટી મહાશિવરાત્રી મેળામા દેશ વિદેશમાંથી સાધુ સાધ્વીઓ ધૂણી ધખાવીને બેઠા છે. તુર્કીથી આવેલ સાધ્વીએ ગિરનાર તળેટીમાં અનોખું વાયબ્રેશન હોવાનું જણાવ્યું હતું. અને તેઓ ભારતમાં જ કાયમી માટે સ્થાયી થવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારભં થઈ ગયો છે. મંદિર આસપાસ દેશ વિદેશમાંથી અનેક સાધુ સાધ્વીઓએ પોતાનું સ્થાન ગ્રહણ કયુ છે. જેમાં તુર્કીથી આવેલ સાધ્વી ભગીરથ પુરીજીએ ભાવિકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે. સાધ્વીજીએ જણાવ્યું હતું કે આઠ વર્ષ દરમિયાન દેશ-વિદેશના અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમોમાં ગયેલ અને તેની સંસ્કૃતિ નિહાળી હતી પરંતુ ભારતમાં આવ્યા બાદ તેઓને ધર્મ અને ભકિત પ્રત્યે અનોખી ચી જાગી છે. જેથી સન્યાસ લેવાનું જ નક્કી કયુ હતું જે સંદર્ભે ગત વર્ષે યુપી અલ્હાબાદમાં યોજાયેલ પ્રયાગરાજ મહાકુંભ દરમ્યાન તેઓએ સન્યાસ લીધો હતો. અને હવે કાયમી માટે ભારતમાં જ રહેવા નિર્ણય લીધો છે.
આ વર્ષે ભવનાથ શિવરાત્રી મેળામાં પ્રથમ વખત જ આવેલ હોવાનું જણાવ્યું અને અહીં આવ્યા બાદ અનોખું વાયબ્રેશન અનુભવાઇ રહ્યું છે. સમગ્ર વાતાવરણ શિવમય લાગી રહ્યું છે.ભોળાનાથની ભકિતમાં લોકોને નિહાળી ખુશી વ્યકત કરી હતી. પર્વતીય વિસ્તાર અને જંગલ હોવાથી અનોખો દિવ્ય વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. પ્રથમ વખત જ આવેલ પરંતુ અજાણ્યા હોવાનો અહેસાસ જ થતો નથી નમો નારાયણ જય ગિરનારી. તેમજ મહાશિવરાત્રી મેળામાં દર વર્ષે આવવાની પણ વાત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application