રાજ્યમાં અનઅધિકૃત રીતે બાયો ડીઝલનું વેંચાણ અને આવી પ્રવૃત્તિ આચરતા શખસો સામે કાર્યવાહી કરવા માટે ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમારની સૂચના અને અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબીના પીઆઈ વી.એમ.કોલાદરાની રાહબરીમાં એલસીબીની ટીમ ચલાલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય ત્યારે સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, ચલાલાના મીઠાપુર( ડુંગરી) બગસરા હાઇવે રોડ પર ૐ એન્ટરપ્રાઇઝ નામના ડેલામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વાહનોમાં ભરી વેંચાણ કરી કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડતા નાસભાગ મચી જવા પામી હતી. ત્રણ શખસો માંથી એક શખ્સ નાસી છૂટ્યો હતો. પકડાયેલા શખસોના નામ પૂછતાં પોતાના નામ જયરાજ અમકુભાઇ માંજરીયા (રહે-ચલાલા, દાનેવ સોસાયટી) ઓમ એન્ટરપ્રાઈઝનો માલીક તેમજ અન્ય શખસે પોતાનું નામ રસુલ જમાલભાઈ પઠાણ (રહે-સાવરકુંડલા) અને ટ્રકનો ડ્રાઈવર હોવાનું જણાવ્યું હતું. પોલીસે બાયો ડીઝલના વેંચાણ અંગેનો પરવાનો માગતા જયરાજ માંજરિયા પાસે ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટેનું વેંચાણ કરવા માટેનો પરવાનો હોવાનું જોંવા મળ્યું હતું. એમ છતાં પોતે વાહનોમાં બાયોડીઝલનું રિટેલ વેંચાણ કરતા પોલીસે 14 હજાર લીટર બાયો ડીઝલનો જથ્થો, બે ટ્રક, ડીસ્પેન્સરી પંપ, ઇલેકટ્રીક મોટર, ટ્રકની ટાંકીમાં ભરેલુ 200 લીટર ડીઝલ તથા બે મોબાઇલ ફોન મળી કુલ કિં.રૂ.૩૦,૮૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી બંને શખ્સોને ઝડપી લઈ નાસી જનાર શખ્સની પુછપરછ કરતા તેનું નામ સિરાજ ભીખુભાઇ (રહે-ખાંભા)નો હોવાનું જણાવતા ત્રણેય સામે ચલાલા પોલીસ મથકમાં ગુનો નોંધાવી નાસી જનાર સિરાજની શોધખોળ હાથ ધરી છે. પોલીસની વિશેસ તપાસમાં જયરાજ માંજરીયા સામે અગાઉ પણ બાયોડીઝલના ગેરકાયદેસર વેંચાણ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો એમ છતાં પોતાનો ગેરકાયદેસર ધંધો ચાલુ રાખતા એલસીબીની ઝપટે ચડી જતા આગળની તપાસ ચલાલા પોલીસે હાથ ધરી છે.
આ દરોડાની કાર્યવાહીમાં એલસીબી પીઆઈ વી.એમ.કોલાદરા, પીએસઆઇ એમ.ડી.ગોહિલ, એએસઆઇ કનુભાઇ સાંખટ, હેડ કોન્સ.કુલદીપભાઇ દેવભડીંગજી, જાહીદભાઇ મકરાણાી, પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વાામી, શિવરાજભાઇ વાળા જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાળીયા ઠાકરને રંગબેરંગી પુષ્પોથી શણગાર: આંબા મનોરથ યોજાયો
May 02, 2025 10:52 AMવાડીનાર ખાતે કોસ્ટ ગાર્ડ રિજન દ્વારા બેડમિન્ટન ચેમ્પિયનશિપ
May 02, 2025 10:44 AMસ્કાયપેની જગ્યા હવે 5મીથી ટીમ્સ લેશે
May 02, 2025 10:41 AMજન્મજાત મૂકબધિર બાળકી સાંભળતી થઈ, હવે બોલતી કરવાના પ્રયાસ ચાલુ
May 02, 2025 10:37 AMદ્વારકા જિલ્લા કેલકટર કચેરી ખાતે વર્ષાઋતુની પૂર્વ તૈયારી માટે સમીક્ષા બેઠક
May 02, 2025 10:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech