ઠંડીના પ્રમાણમાં આજે ખાસ મોટો ફેરફાર થયો નથી અને સામાન્ય વધઘટ જોવા મળે છે. ગાંધીનગરમાં ગઈકાલે લઘુતમ તાપમાન સમગ્ર રાજ્યમાં સૌથી નીચું 13.8 ડિગ્રી હતું તે આજે વધીને 14.5 ડિગ્રી થયું છે નલિયામાં ગઈકાલે 14.7 અને આજે 15.8 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
લઘુતમ તાપમાનના પ્રમાણમાં આજથી સામાન્ય વધઘટ થશે અને તાપમાન પ્રમાણમાં સ્થિર બનશે તેવી વ્યક્ત કરાયેલી આગાહી મુજબ રાજકોટમાં ગઈકાલે અને આજે એકસરખું 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. વેરાવળમાં મામુલી ફેરફાર સાથે આજનું લઘુતમ તાપમાન 19.3 ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં ઠંડીમાં સામાન્ય વધારો થયો છે ગઈકાલે 14 અને આજે 13.2 ડિગ્રી લઘુતમ તાપમાન અમરેલીમાં રહ્યું છે. ભાવનગરમાં પણ સામાન્ય ઘટાડો લઘુતમ તાપમાનમાં થયો છે. ગઈકાલે 17 અને આજે 16.4 ડીગ્રી ભાવનગર નું મિનિમમ ટેમ્પરેચર રહેવા પામ્યું છે, ભુજમાં સામાન્ય ફેરફાર થયો છે ગઈકાલે 17.8 અને આજે 17.7 ડીગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.
રાજ્યના અન્ય શહેરોના લઘુતમ તાપમાન ની વાત કરીએ તો આજે અમદાવાદમાં 15.5 વડોદરામાં 15.8 દમણમાં 19 ડીસામાં 16.6 દ્વારકામાં 20.6 ઓખામાં 22.8 સુરતમાં 16.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. મધ્યપ્રદેશમાં આજે પણ સિવિયર કોલ્ડ વેવનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હરિયાણા છત્તીસગઢ અને રાજસ્થાન માટે કોલ્ડ વેવ ની ચેતવણી આપવામાં આવી છે. તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટકા સહિતના દક્ષિણના રાજ્યોમાં વરસાદ હજુ ચાલુ જ છે પરંતુ તેનું જોર પ્રમાણમાં થોડું ઓછું થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application