લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા માં નવા પ્રવેશે પામેલ વિદ્યાર્થીઓની સંસ્થા અભિમુખતાનો ત્રિદિવસીય કાર્યક્રમ તા.૬,૭,૮ દરમિયાન યોજાયો હતોસંસ્થાના હાર્દરૂપ તત્વો જેવા કે નઈ તાલીમ શિક્ષણ પ્રણાલી અને નવી શિક્ષણ નીતિ, સમુહજીવન - છાત્રાલય જીવન, સહશિક્ષણ,ખાદી ગ્રામોદ્યોગ અને વિકેન્દ્રિત અર્થ વ્યવસ્થા,શરીર શ્રમ - ગૃહકાર્ય અને સ્વાવલંબન, ઐતિહાસિક પથ - હેરિટેજ વોક જેવા મુદ્દાઓને વણી લઈને નવા પ્રવેશેલ વિદ્યાર્થીઓની ટુકડીઓમાં વિભાજન કરી તૃતિય વર્ષ બી.આર. એસ. , લોકભારતી યુની.ફોર રૂરલ યુનિ.ના વિદ્યાર્થીઓ,લોકભારતી છાત્રાલય - ગૃહ વિભાગ અને લોકભારતીના શૈક્ષણિક વિભાગોના માર્ગદર્શક કાર્યકરો દ્વારા આ ઉપક્રમ હાથ ધરાયો હતો.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને જાણીતા લોક વૈજ્ઞાનિક ડો. અરુણભાઈ દવે, નિયામક હસમુખભાઈ દેવમુરારી, લોકભારતી યુનિ.ના ઉપકુલપતિ રાજેન્દ્રભાઈ ખીમાણી તથા લોકભારતી ના અચઈંઈ ના સંયોજક કાંતિભાઈ ગોઠી દ્વારા વિદ્યાર્થીઓને સઘન માર્ગદર્શન અપાયું. દરેક ટુકડીમાં વિદ્યાર્થીઓ રમતો,સ્વાધ્યાય રજૂઆત, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન,વિડિયો, જૂથ ચર્ચા, જેવા માધ્યમો દ્વારા સંસ્થાના પાયાના તત્વો વિશે તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું.સાથોસાથ અભિમુખ કરનાર વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સમય આયોજન, નેતૃત્વ, સમસ્યા નિવારણ, ટીમ વર્ક , મુદ્દાસર રજૂઆત જેવા વ્યકિતવ ઘડતરના કૌશલ્યો વિકસ્યા.
સમગ્ર સંકલનમાં ડો . જયવંતસિંહભાઈ ગોહિલ, વિશાલભાઈ જોષી, સચીનભાઈ ધોકિયા, અમિતભાઈ સાસાણી તથા માર્ગદર્શક કાર્યકરો ડો. વિશાલભાઈ ભાદાણી, ડો. ભૌતિકભાઇ લીંબાણી, રામદેવસિંહ ગોહિલ, ડો. ધીરુભાઈ રાઠોડ, કિશોરભાઈ હિરાણી, કુમારભાઈ પુરોહિત, અજયભાઈ પંડ્યા, ઉપાસનાબેન પટેલ સક્રિય રીતે ભાગીદાર થયા.
આ કાર્યક્રમમાં સંસ્થાના વિભાગીય આચાર્ય ઓ,પૂર્વ કાર્યકરો નાનાભાઈ ભટ્ટ પરિવારના પ્રશાંતભાઈ ભટ્ટ , મૂળશંકર ભાઈ ભટ્ટ પરિવારના વિક્રમભાઈ ભટ્ટ , અધ્યાપન મંદિરના પૂર્વ આચાર્ય રાજુભાઇ ઉપાધ્યાય,તેમજ પરિસર પર રહેતા પરિવારજનો પણ પ્રત્યક્ષ અને દ્ર્શ્ય શ્રાવ્ય માધ્યમથી સહયોગ આપ્યો હતો. સમાપન ઉદ્બોધનમાં મેનેજિંગ ટ્રસ્ટી ડો. અરુણભાઈ દવે એ અભિમુખતા કાર્યક્રમને " પ્રવેશોત્સવ "તરીકે અને સંસ્થાના મૂલ્યો , જીવનશૈલી , સ્થાપકો દ્વારા સિંચેલી કેળવણી ને શ્રધ્ધાથી આચાર અને વિચારમાં અપનાવવી એવું પ્રેરણા પાથેય પૂરું પાડ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ આવકવેરા વિભાગની આવક ૧૭ ટકા વધીને રૂપિયા ૪,૩૭૯ કરોડ પર પહોંચી
May 02, 2025 03:22 PMતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech