BREAKING NEWS

જામનગર જિલ્લામાં સરસ્વતી સાધના યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો

  • December 16, 2025 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સરકારે ૩ર૪૦ સાયકલનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ સાયકલો જોડિયા તાલુકાના જશાપર ગામમાં રૂ. રપ૦૦ ની કિંમતે ખાનગી વેંચાણ ચાલુ હોવાના આક્ષેપો ખુલ્લી રહ્યા છે. જેના કારણે જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને હવે સત્તાવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 


સરસ્વતી સાધના યોજના અંતર્ગત સ્કૂલોમાં ધો. ૯ માં અભ્યાસ કરતી એસસી, એસટી, ઓબીસી અને ઇડબલ્યુએસની વિદ્યાર્થીનીઓને નિ:શુલ્ક સાયકલો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે, જેથી તેમને સ્કૂલે જવામાં તકલીફ ન પડે, પરંતુ જામનગર જિલ્લામાં આ સરકારી યોજના હેઠળ મળતી સાયકલોના ખાનગી વેંચાણનું કૌભાંડ બહાર આવતા સરકારી તંત્રની પોલ ખુલ્લી ગઇ છે.


આ કૌભાંડમાં જોડિયા તાલુકાના જશાપર ગામમાં રહેતા એક અગ્રણી દ્વારા રૂ. રપ૦૦ માં સાયકલનું વેંચાણ કરતું હોવાના આક્ષેપો ગામના જ અમુક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા છે, એક નાના એવા ગામમાં સરકારી સાયકલોમાં વેંચાણથી સરકારી તંત્રમાં દોડધામ મચી ગઇ છે, ધ્રોલ, જોડિયા સહિત જિલ્લાભરમાં આ સરકારી સાયકલોના ખાનગી વેચાણના કૌભાંડથી સરકાર સામે ગંભીર સવાલો ઉભા થયા છે.


જામનગરના શિક્ષણાધિકારી દ્વારા આ અંગે જાણવા મળ્યું હતું કે, સ્કૂલોમાં વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલોના ખાનગી વેચાણના સંદર્ભમાં જામનગર જિલ્લાની તમામ શાળાઓમાંથી સાયકલોનું વિતરણ થયું છે. તે અંગેના ડેટાઓ મંગાવવામાં આવી રહ્યા છે. આ તપાસમાં જે સ્કૂલો દોષિત જણાશે તેની સામે કાયદેસરના કડક પગલા લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application