ભાવનગર જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરીમાં આજરોજ સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષીના હસ્તે ઓનલાઈન દૂધ મંડળી એકાઉન્ટ સોફ્ટવેરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સર્વોત્તમ ડેરીનો આધિકારીઓ, સહકાર વિભાગ અને કામધેનું ઇલેક્ટ્રોનિક પ્રા. લી (આકાશગંગા)ની ટીમ ઉપસ્થિત રહેલ. શરૂઆતમાં સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત દૂધ મંડળીઓના હિસાબો દેશી પદ્ધતિથી ચોપડામાં લખવામાં આવતા હતા ત્યારબાદ કોમ્પ્યુટરમાં સોફ્ટવેરથી હિસાબો રાખવામાં આવતા હતા પરંતુ હાલ સર્વોત્તમ ડેરીના ચીફ જનરલ મેનેજર યોગેશકુમાર જોષી ટેકનોલોજીના માધ્યમથી કામ આસન બને એ માટે સતત પ્રયત્નશીલ હોય છે. તેઓની દોઢ વર્ષની સખત મહેનતના લીધે કલાઉડ બેઝડ ઓનલાઈન દૂધ મંડળી એકાઉન્ટ સોફ્ટવેરનું લોન્ચિંગ કરવામાં આવેલ છે. તેઓએ કામધેનું ઇલેક્ટ્રોનિક પ્રા. લી (આકાશગંગા)ને ગુજરાતમાં સૌ પ્રથમ આ બાબતનો આઈડિયા આપ્યો અને સોફ્ટવેર તૈયાર થયો ત્યાં સુધી સતત માર્ગદર્શન આપી વખતોવખત ફેરફારો કરાવી, દૂધ મંડળીઓના કાર્યવાહકોને સરળતાથી સમજાય તે માટે ખુબ જ મહેનત કરી આ ક્રાંતિકારી સોફ્ટવેર બનાવરાવેલ છે.
જેનાથી દૂધ મંડળીઓ માટે ડેટા એન્ટ્રી સરળ બનશે, વહીવટી પારદર્શિતા વધશે, સમયનો બગાડ અટકશે, સ્ટેશનરીનો બચાવ થશે, દૂધ મંડળીઓ પર જઈને અથવા ગમે તે જગ્યાએથી ઝડપથી હિસાબો લખી શકાશે ઓનલાઈન હોવાના કારણે દૂધ મંડળીઓના પાછલા ગમે તે વર્ષના હિસાબો જોઈ શકાશે અને માહિતી મળી શકશે. સર્વોત્તમ ડેરી અને સર્વોત્તમ ડેરીના ચીફ જનરલ મેનેજર યોગેશકુમાર જોષીની મહેનતના લીધે ગુજરાતના અમૂલ સાથે જોડાયેલ અન્ય દૂધ સંઘોને પણ આ સોફ્ટવેરથી ફાયદો થશે. તેઓ પણ દૂધ મંડળીઓ માટે આ સોફ્ટવેરને અપનાવી સરળતાથી હિસાબો ઓનલાઈન રાખી શકશે. આમ સર્વોત્તમ ડેરી હમેશા કામમાં નવીનતા લાવી દૂધ ઉત્પાદકોને તેમજ દૂધ મંડળીઓને ફાયદો થાય તેવું નિત નવું કાર્ય કરતી રહેતી હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech