મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા આગામી જૂન માસથી રોજીંદી ટ્રેન નં. 19016/ 19015 પોરબંદર– દાદર– પોરબંદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં એક- એક સેકન્ડ એસી. અને થર્ડ એસી. કોચનો વધારો મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે યાદ રહે આ ટ્રેન હાલમાં સંયુક્ત સેકન્ડ એસી. કમ થર્ડ એસી. કોચ સાથે દોડે છે, તેના એક આખો સેકન્ડ એસી. અને એક થર્ડ એસી. કોચ જોડવામાં આવશે. નવી કોચ રચનાનો અમલ ટ્રેન નં. 19016 પોરબંદર– દાદરમાં તા. 10 જૂન, 2026થી અને ટ્રેન નં. 19015 દાદર– પોરબંદર 13 જૂન 2026થી શરૂ થનાર છે.