BREAKING NEWS

વલસાડમાં શાળાના પ્રિન્સિપાલે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટમાં સામે આવ્યું ચોંકાવનારૂ કારણ

  • October 06, 2026 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વલસાડ જિલ્લાના કપરાડા ખાતે આવેલી નિલોશી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શંકર જાધવે ગળે ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. ઓનલાઈન કામગીરીનું ભારણ ખૂબ વધુ હોવાને કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા હતા. આ આચાર્ય દ્વારા આત્મહત્યા કરવાના પગલાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ગોઝારી ઘટનાની જાણ થતાં જ કપરાડા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતક આચાર્યની સ્યુસાઈડ નોટ કબજે લઈને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

સ્યુસાઈડ નોટમાં આચાર્યએ દર્શાવી વેદના

ઘટનાસ્થળેથી મળી આવેલી સ્યુસાઈડ નોટમાં આચાર્ય શંકર જાધવે પોતાની લાચારી અને માનસિક વેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, "ઓનલાઈનની વધુ પડતી કામગીરીથી સતત તણાવમાં રહીને દિવસો પસાર કરવાનું સહન ન થતા મેં આ પગલું ભર્યું છે. સતત માનસિક તણાવ કેટલો સહન કરવો? એટલે મેં જાતે આ નિર્ણય કર્યો છે, જેમાં કોઈનો વાંક નથી; ન તો મારા શિક્ષકોનો અને ન તો મારા પરિવારનો કોઈ વાંક છે."

આ સાથે તેમણે પત્ની કાંન્તાને સંબોધતા લખ્યું હતું કે, બાળકો જ્યાં ભણે છે ત્યાં જ ભણાવજો અને મને માફ કરજો. એક પછી એક કામગીરીનું ભારણ સહન ન થયું હોવાનું જણાવતા તેમણે શાળાના કામ તેમજ ચૂંટણીની કામગીરીના સતત દબાણ અને હેરાનગતિથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ હૃદયદ્રાવક ઘટનાને લઈને શિક્ષણ જગતમાં ભારે શોક અને રોષ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News