BREAKING NEWS

૫૦ હજારની લાલચમાં પકડાયેલા બન્ને લાંચિયા ઇજનેરના ઘરનું સર્ચ હાથ ધરાયું

  • October 30, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં પારેવડી ચોક નજીક મોરબી એસીબીની ટીમે ૫૦ હજારની લાંચ લેતા વચેટિયા અને બે ભ્રષ્ટ્રાચારી કાર્યપાલક ઈજનેર સહિતની ત્રિપુટીને રંગે હાથ ઝડપી લેતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કાલાવડના રણુજા મંદિરે મેળામાં રાઈડસના ફીટનેશ સર્ટી માટે એક લાખની માંગણી બાદ .૫૦ હજાર નક્કી કરી લેવા આવતા એસીબીએ ઝડપી બંને કાર્યપાલક ઇજનેર ના ઘરનું સર્ચ કરવા જુદી જુદી બે ટીમ રવાના કરી હતી.
એસીબી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કાઠીયાવાડ સૌરાષ્ટ્ર્રમાં અલગ અલગ મેળા દરમ્યાન રાઈડસનો ધંધો કરતા વેપારીએ કાલાવાડ નજીક રણુજા મંદિરે મેળામાં ભાગીદારીમાં રાઈડસનો ધંધો કર્યેા હતો જેમા ચેકીંગમાં આવેલા કાર્યપાલક ઈજનેર અને માર્ગ મકાન અને યાંત્રીક વિભાગમાં નોકરી કરતા પીયુષ બાબુભાઈ બાંભરોલીયા અને નિરવ પ્રવિણ ચંન્દ્ર રાઠોડ સહીતના આવ્યા હતા અને રાઈડસ અંગે ફીટનેશ સર્ટીની માંગ કરી હતી.
વેપારી પાસે ફિટને સર્ટી ન હોય જેથી ભ્રષ્ટ્રાચારી ઓ દ્રારા એક લાખની લાંચની માંગ કરી હતી દરમ્યાન વેપારીએ રકજક કર્યા બાદ છેલ્લે .૫૦ હજાર આપી દેવા માટે નકકી કર્યુ હતુ. પરંતુ વેપારીને લાંચના પૈસા આપવા મંજુર ન હોય અને આ અંગે એસીબીમાં ઓનલાઈન ફરીયાદ કરતા જેના આધારે મોરબીના એસીબીના પીઆઈ દેકાવાડીયા સહીતે છટકુ ગોઠવ્યુ હતુ. વેપારીએ પૈસા માટે ફોન કરતા કાર્યપાલક ઈજનેરે પારેવડી ચોક પાસે હોટલે બોલાવ્યા હતા.
યાં તેનો માણસ સુધીર નવિનચંન્દ્ર બાવીશીને લાંચના પીયા આપવા માટે વાત કરી હતી જેથી વેપારી હોટલે પહોંચી પૈસા આપતા એસીબીની ટીમે લાંચ સ્વીકારતા સુધીર અને બાદમાં બન્ને કાર્યપાલક ઈજનેરોને પકડી લીધા લઇ વધુ તપાસ હાથ ધરતા કાલાવાડના રણુજા મંદિર પાસે મેળામાં રાઇડસનું ફીટનેસ સર્ટીફિકેટ આપવા બાબતે યાંત્રીક વિભાગના અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. વધુમાં એસીબી મદદનીશ નિયામક કે એચ ગોહિલ ની સૂચનાથી બે અલગ અલગ ટીમે લાંચના ગુનામાં ઝડપાયેલા બંને કાર્યપાલક ઇજનેર દ્રારા કેટલો ભ્રષ્ટ્રાચાર કરવામાં આવ્યો છે તે અંગે બંનેના ઘરનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેની તપાસના અંતે જ સંપૂર્ણ હકીકતો સામે આવી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application