રાજકોટ શહેરમાં ચોમાસાના પ્રારંભે વરસાદ વરસતાની સાથે જ ઋતુજન્ય રોગચાળો વકર્યેા છે અને તાવ, શરદી ઉધરસ અને ઝાડા ઉલ્ટી સહિતના કુલ ૧૭૪૧ કેસ રાજકોટ મહાનગરપાલિકાના રેકર્ડ ઉપર નોંધાયા છે. ખાસ કરીને મિશ્ર હવામાનને કારણે વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા છે જેના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા અને દવાખાનાઓમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે. વિશેષમાં રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના ચીફ હેલ્થ ઓફિસરે વિકલી એપેડેમિક રિપોર્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે શહેરમાં ઋતુજન્ય રોગચાળાના કેસો સામે આવ્યા છે જેમાં તાવના સૌથી વધુ ૭૬૪ કેસ, શરદી– ઉધરસના ૭૧૯ કેસ અને ઝાડા ઉલ્ટીના ૨૫૮ કેસ સહિત શહેરમાં વિવિધ રોગચાળાના કુલ ૧૭૪૧ કેસ નોંધાયા છે. યારે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા સહિતના મચ્છરજન્ય અને ટાઇફોઇડ, કમળો, મરડો અને કોલેરા સહિતના પાણીજન્ય રોગચાળાનો એક પણ કેસ નોંધાયો નથી, આમ છતાં પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગપે કુલ ૧૭૦૬ કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે ઉમેયુ હતું કે, વાહકજન્ય રોગચાળા નિયંત્રણની કામગીરી હેઠળ ૧૭,૫૬૭ ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ હતી તથા ફિલ્ડ વર્કરો દ્રારા ૧૬૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કરાઇ હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. ડેંગ્યૂ સહિતનો મચ્છરજન્ય રોગચાળો અટકાવવાના ભાગપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરાઇ હતી. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૯૯ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરાઇ હતી. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૯૯ અને કોર્મશીયલ ૧૮૯ને નોટીસ ફટકારાઇ હતી.