ભરવાડ સમાજ દ્વારા ધર્મ અને સંસ્કૃતિનાં જતન માટે બાવળિયાળીમાં યોજાયેલ ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો રામબાપુ દ્વારા સહર્ષ સ્વીકાર થયો હતો. કથા વિરામ સાથે રમેશભાઈ ઓઝાએ કહ્યું હતું કે, સંપ્રદાયો એ સનાતન પ્રવાહમાંથી બનેલાં સરોવરો છે, સનાતનનાં મૂળ રહેશે બાકી વીરડા સુકાઈ જશે.
સંત નગાલાખા બાપા ઠાકર મંદિર પુન: પ્રાણપ્રતિષ્ઠા તથા શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથા પ્રસંગમાં સંતો, મહંતો અને મહાનુભાવોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. કથા વિરામ સાથે રમેશભાઈ ઓઝાએ કહ્યું હતું કે, સંપ્રદાયો એ સનાતન પ્રવાહમાંથી બનેલાં સરોવરો છે, સનાતનનાં મૂળ રહેશે બાકી વીરડા સુકાઈ જશે. ભરોસો, ભોળપણ અને ભાવ એ ગોકુળિયાઓને કૃષ્ણની નજીક રાખે છે, બાકી કપટ તો કૃષ્ણથી દૂર રાખે.
ભાગવત કથા કૃષ્ણ ચરિત્ર પ્રસંગનાં વર્ણન નિરૂપણ કરતાં રમેશભાઈ ઓઝાએ શિસ્ત, અનુશાસન અને ચારિત્ર્ય નિર્માણ માટે સંદેશો આપ્યો હતો.
ભરવાડ સમાજ દ્વારા ધર્મ અને સંસ્કૃતિનાં જતન માટે બાવળિયાળીમાં યોજાયેલ ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો રામબાપુ દ્વારા સહર્ષ સ્વીકાર થયો અને આસપાસનાં વિસ્તારમાં સઘન ઝુંબેશ માટે સૌએ તૈયારી બતાવી હતી.
ભાગવત ગાથા પ્રસંગે રાજ્યનાં મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ શક્તિસિંહ ગોહિલ, દંડક જગદીશભાઈ મકવાણા, કથાકાર દયાગિરિજી ગોસ્વામી તથા રાજેન્દ્રગિરી ગોસ્વામી, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, મહાવીરસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ સરવૈયા, રેખાબેન ડુંગરાણી, કિશોરભાઈ ભટ્ટ, હાસ્ય કલાકાર સુખદેવ ધામેલિયા, સહિત રાજકીય સામાજિક મહાનુભાવો મોટી સંખ્યામાં જોડાયાં હતા. કથા પૂર્ણાહુતિ સાથે ઠાકરધામ મહંત રામબાપુનાં સાનિધ્ય સાથે લઘુમહંત ગોપાલ ભગત દ્વારા રમેશભાઈ ઓઝાનાં હસ્તે પોથી માથે ધરી હતી. ભાગવત ગોપ જ્ઞાન ગાથામાં દૂર સુદુરથી ભરવાડ સમાજ ઉપરાંત મોટી સંખ્યામાં ભાવિક શ્રોતાઓએ લાભ લીધો હતો. દાતાઓ, કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો સાથે સુરક્ષા, આરોગ્ય, વીજળી તંત્ર, પાણી પૂરવઠા, માર્ગ વિભાગ સહિત તમામ સરકારી વિભાગોનો સહયોગ રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech