ગુજરાત ગૃહ વિભાગે રાજ્યના જાહેર ફરિયાદ નિવારણ ખામીઓ દૂર કરવા જિલ્લાઓમાં ફરિયાદ નિવારણનું સીધી દેખરેખ રાખવા માટે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કક્ષાના સિનિયર IPS અધિકારીઓને રાજ્યની નવ રેન્જની 35 એસપી કચેરી પર સીધુ મોનિટરિંગ કરવા ગૃહ સચિવ દ્વારા અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલય સ્તરે ઉઠાવવામાં આવેલી ગંભીર ચિંતાઓને પગલે આ પગલું લેવામાં આવ્યું છે જેમાં નાગરિકોને ગૃહ મંત્રાલય, DGP ઓફિસ અને મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરવાની ફરજ પડી રહી છે કારણ કે તેમની ફરિયાદો SP સ્તરે સાંભળવામાં આવતી ન હોય જેથી નિરાકરણ કરવામાં આવતું નથી. જેના પગલે ગૃહ વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે જેના કારણે આઈપીએસ અને જીપીએસ લેવલના અધિકારી ઉપર આઇપીએસ અધિકારીનું મોનિટરિંગ રાખવામાં આવશે.
નિયુક્ત કરાયેલા આઈપીએસ અધિકારીઓને ૧૦ થી ૧૫ ફરિયાદીઓને વ્યક્તિગત રીતે મળવાની સૂચના આપવામાં આવી છે જેમના કેસ પહેલાથી જ "નિરાકરણ" તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. ઉદ્દેશ્ય એ ચકાસવાનો છે કે ફરિયાદોનો ખરેખર નિકાલ કરવામાં આવ્યો છે કે નહીં, યોગ્ય પ્રક્રિયાઓનું પાલન થયું છે કે નહીં અને ફરિયાદીઓ નિરાકરણથી સંતુષ્ટ છે કે નહીં તે જોવાનું રહેશે.
ડીજીપી ઓફિસ તપાસ કરશે અને ટિપ્પણી ગૃહ વિભાગને મોકલશે.
રાજ્યમાં એસપી સ્તરે લોકોની ફરિયાદો સાંભળવામાં આવી રહી નથી. તેવું ગ્રુહ વિભાગના ધ્યાને આવતા ગૃહ વિભાગ દ્વારા લોકોની સમસ્યા અને ફરિયાદનું નિરાકરણ લાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે જેમાં સુપરવાઇઝરી આઈપીએસ અધિકારીઓ ખાતરી કરશે કે જાહેર ફરિયાદો માત્ર સાંભળવામાં જ નહીં પરંતુ તેનો નિકાલ પણ થાય કે નહી તે અંગે નવ રેન્જમાં સિનિયર અધિકારીઓ મોનિટરિંગ રાખશે.
આ આઈજી, ડીઆઈજી, એડીજીપી, રાખશે મોનિટરિંગ
અમદાવાદ ગ્રામ્ય ડીઆઈજી દીપક મેઘાણીને આણંદ ડીઆઈજી સુજાતા મજમુદાર,ખેડા-નડિયાદ નિર્લિપ્ત રાય, ગાંધીનગર એડીજીપી ખુશીંદ અહેમદ, મહેસાણાને ડીઆઈજી પરીક્ષિતા રાઠોડ, સાબરકાંઠા આઈજી ગગનદીપ ગંભીર,અરવલી અને દાહોદ ડીઆઈજી વિશાલકુમાર વાઘેલા, વડોદરા ગ્રામ્ય ડીઆઈજી નિર્લિપ્ત રાય, છોટા ઉદેપુર ડીઆઈજી સરોજ કુમારી, ભરૂચ અને નવસારી ડીઆઈજી આર.વી ચુડાસમા, નર્મદા સુધા પાંડે, મહીસાગર જી એ પંડ્યા, સુરત ગ્રામ્ય અને અમરેલી આરટી સુશરા, તાપી અને પાટણ ડો સુધીર દેસાઈ, વલસાડ પીએલ માલ, રાજકોટ ગ્રામ્ય,વાવ અને થરાદ મનોજ નીનામા, જુનાગઢ અને બોટાદ તરુણકુમાર દુગલ ગીર સોમનાથ આર પી બારોટ, પોરબંદરઅને ભાવનગર હિતેશ જોઈસર, પશ્ચિમ કચ્છ ભુજ પૂર્વ કચ્છ ગાંધીધામ અજય ચૌધરી, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર ચૈતન્ય માંડલીકને જવાબદારી સોંપી છે.
અધિકારી દર સપ્તાહે ફાળવેલ જિલ્લાની મુલાકાત લઇ કરશે રિપોર્ટ
ગૃહ વિભાગના ગૃહ સચિવ નિપુણ તોરવણે દ્વારા હસ્તાક્ષરિત આંતરિક પરિપત્ર અનુસાર, ૨૩ અધિકારીઓને ચોક્કસ જિલ્લાઓ સોપાયા છે તેઓએ દર મહિનાના પહેલા અઠવાડિયામાં તેમના ફાળવેલ જિલ્લાઓની મુલાકાત લેવાની રહેશે, સંબંધિત એસપીને તેમની મુલાકાત વિશે અગાઉથી જાણ કરવાની રહેશે અને મહિનાના ચોથા અઠવાડિયામાં ગૃહ વિભાગ અને ડીજીપીની કચેરીને વિગતવાર અહેવાલ સુપરત કરવાનો રહેશે. આ સુપરવાઈઝરી અધિકારીઓ ફક્ત કર્સરી નિરીક્ષણ કરશે નહીં. પરિપત્રમાં કરાયેલા આદેશ મુજબ અમલવારી કરવાની રહેશે.