છેલ્લા વર્ષોમાં દેશમાં ઓનર કીલીગ અને મોબલીન્ચીંગની ઘટનાઓ વધી છે. લોકોના સમુહ ધ્વારા કરવામાં આવતી એકલ દોકલ વ્યકિતની હત્યાને આ પ્રકારનો ગુનો ગણવામાં આવે છે. નવા ફોજદારી કાયદામાં કલમ ૧૦૩(૨) થી વંશ, જાતી સમાજ કે અંગત માન્યતા આધારે લોકોના સમૂહ ઘ્વારા આચરવામાં આવતા ગુના માટે ફાંસી કે આજીવન કારાવાસની જોગવાઈ કરવામાં આવી છે આ નવો કાયદો તા. ૦૧/૦૭/૨૦૨૪ થી લાગુ પાડવામાં આવ્યો છે.
ભાણવડ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હાલાર વિસ્તારના આ પ્રકારના પ્રથમ અપરાધની ફરીયાદ તા. ૦૪/૦૮/૨૦૨૪ ના નોંધવામાં આવી હતી. શેઠાખાઈ ગામે રહેતી મુસલીમ યુવતીને ગામના મંદીરના પુજારીના પુત્ર સાથે પ્રેમ થતા બન્ને પ્રેમ લગ્ન કરવા માંગતા હતા. યુવતીના પીતા અને પરીવારને જાણ થતા તેઓએ પોતાની પુખ્ત વયની પુત્રીને પોતાના ધર્મના કોઈ યુવક સાથે નીકાહ કરવા પ્રયાસ કરેલ. આ કારણે યુવતી તેણીના પ્રેમી યાજ્ઞનીક લક્ષ્મીદાસ દુધરેજીયા સાથે લગ્નના ઈરાદે ઘર છોડી યાજ્ઞીક સાથે જવાનું પસંદ કરેલું.
બાદમાં બન્નેએ શેઠાખાઈ ગામેથી નાસી જઈ રાજસ્થાનમાં ચાલ્યા ગયેલા. આ બાબતે તા. ૦૭/૦૧/૨૦૨૩ ના રોજ યુવતીના પીતા ઈસાભાઈ મુસાભાઈએ પોતાની દીકરી ગુમ થયાની જાહેરાત કરેલી આ યુવતી રજીયાએ યાગ્નીક દુધરેજીયા સાથે ઘર છોડયા બાદ હિન્દુ ધર્મ અંગીકાર કરેલો અને દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મારગલા ગામે લગ્નની નોંધણી કરાવેલી. બાદમાં બન્ને જણા રાજસ્થાનમાં રહેવા ચાલ્યા ગયેલા.
શેઠાખાઈ ગામે યુવતીના પીતા, ભાઈઓ અને સગા-સબંધીઓ ધ્વારા તેઓની દિકરી હિન્દુ યુવક સાથે નાસી ગયેલી અને તે ઘટનાને સમાજનું અપમાન ગણી બન્નેની શોધખોળ શરૂ કરેલી ધર્મ પરીવર્તન કરી રજીયા માંથી હેતલ નામ ધારણ કરી આ યુવતી તેના પતિ સાથે રાજસ્થાનમાં રહેતી હતી.તેણીના માવતર તેઓને શોધી શકયા ન હતા.
બાદમાં તે સર્ગભા થતા ખંભાળીયા રહેવા આવેલ અને તા.૨૪/૦૬/૨૦૨૪ ના રોજ દિકરીને જન્મ આપેલો. શેઠાભાઈ ગામે શાંતી જણાતા તા. ૨૬/૦૬/૨૦૨૪ ના રોજ રજીયા ઉર્ફે હેતલ શેઠાખાઈ ગામે રહેવા તેના પતિના માતા-પિતા સાથે રહેવા આવી ગયેલા. સામાજીક પ્રતિષ્ઠા ભંગ ગણી તેણીના પીતા, ભાઈઓ અને સગા-સબંધીઓ ધ્વારા કાવતરુ કરી યાજ્ઞનીકે તેઓની આબરૂ મીટાવી છે તેમ ગણી સાજીદ ઈશા દેથા, સલીમ હુશેન દેથા, જુમા મુસા જેથા, આદમ મુસા દેથા, ઓસમાણ મુસા દેથા, હોથી કાસમ દેથા, ઈસ્માઈલ સલેમાન દેથા અને એક કાયદાકીય સર્ધસીત કિશોરએ ગુનાહીત કાવતરુ કરી ઘાતક હથીયારો ધારણ કરી તા. ૩/૦૮/૨૦૨૪ ના રોજ બપોરે શેઠાખાઈ ગામે ભરબજારમાં યાજ્ઞનીક દુધરેજીયાનું ખુન કરેલું.
આ ઘટના અંગે ગામના લોકો અને આજુ-બાજુ ના વિસ્તારમાં ગામના પુજારીના દીકરાનું આ રીતે ખુન થતા વ્યાપક પ્રમાણમાં લોક-લાગણી ઉગ્ર થયેલી. નવા કાયદા તળે મોબ લીન્ચીંગની આ પ્રથમ ઘટના હતી અને પુખ્ત વયની યુવતી સાથે લગ્ન કરનાર યુવકનું ટોળા ધ્વારા આ પ્રકારે ખુન ની ઘટનાની નીદા કરવામાં આવેલી.
પોલીસે ઉપર દર્શાવેલ આઠેય આરોપીઓ સામે મોબ લીન્ચીંગ (ટોળા દ્વારા હત્યા) ગુનાહીત કાવતરુ, ગેરકાયદેસર મંડળી સહીતના અપરાધો તળે ગુન્હો નોંધી ઉપરોકત આઠેય લોકોની ઘરપકડ કરેલી..
આ કેસ દેવભુમિ ધ્વારકા જીલ્લા સેશન્સ અદાલતમાં શરૂ થતા હાલાર વિસ્તારમાં આ મોબલીન્ચીંગ નો નવા કાયદા તળેનો પ્રથમ અપરાધ હોય ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા આ કેસમાં સ્પેશીયલ પબ્લીક પ્રોસીક્યુટર તરીકે વી.એચ.કનારાની નીમણુક કરી છે.
પકડાળેલા આઠ આરોપીઓ પૈકી એક આરોપી સગીર હોવાથી તેની સામે અલગથી ચાર્જશીટ કરવામાં આવ્યુ છે અને આ બન્ને કેસ ખંભાળિયાના સ્પેશ્યલ જજ એસ.જી.મનસુરીની કોર્ટમાં પેન્ડીંગ છે.
વકીલ વી.એચ.કનારા ૧૯૮૬થી જામનગર અને ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરે છે. ૨૦૦૯ થી ૨૦૧૪ના અરસામાં કેન્દ્ર સરકારના સરકારી વકીલ તરીકે તેણે હાઈકોર્ટમાં સેવા આપી છે. આ કેસમાં તેમની સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણુક કરવામાં આવી છે.