BREAKING NEWS

ગુજરાત મહેસૂલ વિભાગના E-Dhara, iORA અને AnyROR પોર્ટલ પરની સેવાઓ મેન્ટેનન્સના કારણે આજથી 6 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

  • September 02, 2026 07:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય ડિજિટલ પોર્ટલ્સ E-Dhara, iORA અને AnyROR પર મેન્ટેનન્સ એક્ટિવિટી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટેકનિકલ મેન્ટેનન્સના કારણે નોંધણી પ્રભાગની તમામ મહત્વની ઓનલાઈન સેવાઓ આજે તા. ૦૨ સપ્ટેમ્બરના રાત્રે ૧૧:૩૦ કલાકથી શરૂ કરીને આગામી તા. ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રાત્રે ૧૧:૩૦ કલાક સુધી અસ્થાયી રૂપે બંધ રાખવામાં આવશે.

આ સમયગાળા દરમિયાન ગરવી પોર્ટલ મારફતે થતી ખેતીની જમીનના દસ્તાવેજો માટેની ઓનલાઈન ડેટા એન્ટ્રી અને એપોઇન્ટમેન્ટ બુકિંગની કામગીરી થઈ શકશે નહીં. આ ઉપરાંત ગરવી પોર્ટલ પર ખેતીના દસ્તાવેજોની સીધી નોંધણી પણ બંધ રહેશે, જેના કારણે જમીન-સંપત્તિના રજીસ્ટ્રેશન માટે આયોજન કરતા નાગરિકોએ ચાર દિવસ સુધી રાહ જોવી પડશે.

વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર, iORA પોર્ટલ મારફતે મેળવવામાં આવતી અનુક્રમણિકા-૨ (Index-2) ની પ્રમાણિત નકલ તેમજ દસ્તાવેજોની સર્ટિફાઇડ કોપી મેળવવાની સેવાઓ પણ સંપૂર્ણપણે સ્થગિત રહેશે. ડિજિટલ સેવાઓ બંધ રહેવાના કારણે અરજદારોને પડનારી અગવડ બદલ મહેસૂલ વિભાગ દ્વારા સહકારની અપીલ કરવામાં આવી છે અને ૬ સપ્ટેમ્બર પછી તમામ સેવાઓ પૂર્વવત શરૂ થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application