રાજકોટના મવડી ચોકડી નજીક જલારામ બે માં રહેતા અને ધોરાજીના ભૂતવડ ગામે ખેતી ધરાવતા ખેડૂતએ માવઠા દરમિયાન શેઢા પાડોશીના ગોડાઉનમાં 26 બાચકા સોયાબીન સાચવવા રાખ્યા હતા જેમાંથી 17000ની કિંમતના સાત બાચકા ચોરી થઈ ગયા અંગેની ધોરાજી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટના ધીરજલાલ શામજીભાઈ બારૈયા ઉમર 65 રહે મવડી ચોકડી જલારામ 2 વાળા ખેડૂતની ધોરાજી પંથકના ભૂતવડ ગામે પાંચ વીઘા જમીન આવેલી છે આ જમીન ની બાજુમાં છેટા પાડોશી તરીકે મનુભાઈ હિરપરા ની જમીન આવેલી હોય પોતાની પાંચ વીઘા જમીનમાં સોયાબીનનું વાવેતર કરેલું હતું ગત તારીખ 26 10 25 ના રોજ 63 થી આ સોયાબીન નો પાક કાઢેલ હતો.
પરંતુ માવઠાના કારણે વરસાદી વાતાવરણ હોય અને પોતાને ખેતરમાં કોઈ સગવડતા સાચવવાની ન હોય જેથી શેટા પાડોશી મનુભાઈ હિરપરા નું બાજુમાં ગોડાઉન ખાલી હોય તેમને વાત કરતા તેમણે સોયાબીનના 26 બાજકા પોતાના ગોડાઉનમાં રાખવા માટે સહમતિ આપતા તે 26 બાચકા તેમના ગોડાઉનમાં રાખ્યા હતા.
ગત તારીખ 15 11 25 ના રોજ આ સોયાબીન નું ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે વેચાણ કરવાનું હોય ગોડાઉન ખોલી તેમાંથી સોયાબીનના બાચકા વાહનમાં લોડિંગ કરતા 26 પૈકી 19 બાચકા નથી પડ્યા હતા અને સાત બાચકા ઓછા હોય જેથી ગોડાઉન માલિક શેઢા પાડોશી મનુભાઈ ને આ અંગે વાત કરતા તેઓએ ફરિયાદ કરવા જણાવ્યું હતું.
આમ અંદાજે 20 માણસ સોયાબીનના સાત બાચકા કિંમત રૂપિયા 17000 ની કિંમતના કોઈ અજાણ્યા શખશો ગોડાઉન માંથી ચોરી કરી લઈ જતા ધોરાજી તાલુકા પોલીસે અજાણ્યા શખશો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે, આ સોયાબીનના બાચકાની ચોરીમાં કોઈ જાણ ભેદુ જ શખ્સ હોય તેવી આશંકા વ્યક્ત થઇ રહી છે.