શનિદેવના જન્મસ્થાન હાથલા ખાતે સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓનો મહાસાગર છલકાયો
શનિ અમાસના દિવસે સમગ્ર દેશની સાથો સાથ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના હાથલા સ્થિત પ્રાચીન શનિ મંદિરે શનિવાર અને સાથે અમાસના સંયોગની ધામ ધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નજીકનું હાથલા ગામને શનિદેવનું પ્રાગટય સ્થળ માનવામાં આવે છે.જે રીતે શનિદેવનું જન્મસ્થાન શિંગળાપુર માનવામાં આવે છે, તે જ રીતે ગુજરાતના આ ગામમાં શનિદેવ પ્રગટ્યા હતા. મોટા મોટા પ્રધાનોથી લઈને સામાન્ય માણસનો સાગર સમાન પ્રવાહ શનિ અમાસના દિવસે આ ગામે પહોંચે છે.અહીંયા ભગવાન શનિદેવના મંદિર પટાંગણાં જ શનિકુંડ આવેલો છે.
તા.૨૯-૦૩-૨૦૨૫ના શનિવાર અને અમાસ હોય આ ઐતિહાસિક સ્થળે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શનિભકતો ઉમટી રહ્યાં છે, અને શનિદેવના દર્શન માટે વહેલી સવાર થી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી. ફક્ત ગુજરાતના જ નહીં,પરંતુ ભારતભરમાંથી દર્શનાર્થીઓ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે દૂર-દૂરથી ભક્તોએ અહીં આવીને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરી રહ્યા હતા.
અહીં શનિદેવની સાથો સાથ નવ ગ્રહ તેમજ પનોતી દેવી ની પણ પ્રતિમા આવેલ છે અને એક માન્યતા મુજબ લોકો પોતાની પનોતી ઉતારવા અહીં પોતાના પહેરેલા ચંપલ મૂકી જતા હોય છે.તો અહીં આવેલ પવિત્ર કુંડના પાણીથી સ્નાન કરી શ્રદ્ધાળુઓ શની દેવની કૃપા પ્રાપ્ત કરતા જોવા મળ્યા હતા.
હાથલાના શનિદેવ મંદિર ના અવશેષો ૧૫૦૦ વર્ષથી પણ જુના છે.તો અહીં આવેલા ભક્તો શનિદેવતાની કૃપા પ્રાપ્ત કરવા શનિદેવને તેલ, અડદ, કાળું કપડું, લોખંડ ધરી પૂજા અર્ચના કરી રહ્યા હતા.
અંદાજે 10 હજારથી વધુ ભક્તો અહીં પહોંચી રહ્યા હતા. અને વહેલી સવારે 5 વાગ્યા થી જ લાંબી કતારો લાગી હતી.તો આ તકે ધર્મપ્રેમી લોકો દ્વારા પ્રસાદ રૂપી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech