રાજકોટમાં અચાનક વરસેલા કમોસમી વરસાદના કારણે શહેરમાં યોજાઈ રહેલા ધાર્મિક કાર્યક્રમોને અસર પહોંચી છે. રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલી હનુમાન ચાલીસા કથા આજે એક દિવસ માટે મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આયોજકો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભારે વરસાદ અને વાતાવરણની અસ્થિર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આજ રોજ ન્યુ યરની ઉજવણી સનાતન હિંદુ સંસ્કૃતિ મુજબ ધાર્મિક ભાવના સાથે કરવામાં આવનાર હતી. રેસકોર્સ મેદાન ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી અપેક્ષિત હતી. પરંતુ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો અને જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાઈ જતાં અને વ્યવસ્થાઓ પર અસર પડતા આયોજકોને કથા એક દિવસ માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી.
આયોજકો દ્વારા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈ પણ અફવા પર ધ્યાન ન આપે અને કથાનો કાર્યક્રમ આવતીકાલથી યથાવત રીતે ફરી શરૂ કરવામાં આવશે. હનુમાન ચાલીસા કથા પ્રત્યે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ભક્તો દરરોજ ઉપસ્થિત રહે છે. કમોસમી વરસાદે શહેરના જનજીવનને અસર પહોંચાડી છે. પ્રશાસન દ્વારા લોકોને સાવચેતી રાખવા અને હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application