ગુજરાતમાં વર્ષ ૨૦૦૩થી સતત બે વર્ષના અંતરાલે વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય છે. આ વખતે સરકારે તેનું સ્વપ બદલ્યું છે. જેમાં રાયના ચારેય ઝોનમાં પ્રાદેશિક સમિટો યોજાશે અને જાન્યુઆરી ૨૦૨૭માં મહાત્મા મંદિર ખાતે રાય કક્ષાની મૂળ વાયબ્રન્ટ સમિટ યોજાશે.
આ વખતે પ્રથમ પ્રાદેશિક સમિટ તરીકે ૯મી અને ૧૦મી ઓકટોબરે મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં યોજાશે. આ આયોજન ઉત્તર ગુજરાતની વિકસિત ગુજરાત–વિકસિત ભારત ૨૦૪૭'ની યાત્રામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ભવ્ય સંમેલનનું ઉધ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે. આ પ્રસંગે ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ, ઇલેકટ્રોનિકસ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઇસરોના ચેરમેન ડો. વી. નારાયણન, ભારતીય વાયુ સેનામાં ગ્રૂપ કેપ્ટન અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુકલા પણ ઉપસ્થિત રહેશે. આ સમારોહ પહેલાં મુખ્યમંત્રી તેમજ અન્ય મહાનુભાવો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પ્રદર્શનની મુલાકાત લેશે, યાં વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતા, ઉત્પાદનો અને ટેકનોલોજીનું પ્રદર્શન કરાશે. આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારત, વોલ ફોર લોકલ અને ટકાઉ આર્થિક વિકાસના વિઝનને આગળ વધારવા ઇનોવેટર્સ, ઉધોગ સાહસિકો, રોકાણકારો, એમએસ એમઈએસ સ્ટાર્ટઅપ્સ, વિદેશી ખરીદદારો, મોટી કંપનીઓને સાથે લાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application