સિદ્ધારમૈયા સીએમ પદ છોડવા તૈયાર પુત્રને શિવકુમારની કેબિનેટમાં સ્થાન
સિદ્ધારમૈયા સીએમ પદ છોડવા તૈયાર પુત્રને શિવકુમારની કેબિનેટમાં સ્થાન
May 27, 2026 09:14 AM
બેંગલુરુ કોંગ્રેસે કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ સ્થાનાંતરિત કરવા માટે ભાજપની બિહાર ફોમ્ર્યુલા અપનાવી છે. જેમ નીતિશ કુમારને બિહારમાં રાયસભાની બેઠક આપવામાં આવી હતી અને તેમના પુત્ર સમ્રાટ ચૌધરીને તે જ મંત્રીમંડળમાં કેબિનેટ પદ આપવામાં આવ્યું હતું. તે જ રીતે સાત કલાકની મેરેથોન બેઠક પછી, હાઇકમાન્ડ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદ છોડવા માટે મનાવી શકયું હતું . તેમને રાયસભાની બેઠક ઓફર કરી સાથે તેમના પુત્રને પણ ડીકે શિવકુમારના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે તેવી ખાતરી આપી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે મલ્લિકાર્જુન ખડગે, રાહત્પલ ગાંધી, કેસી વેણુગોપાલ અને રાય પ્રભારી રણદીપ સુરજેવાલા સહિત કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે છ કલાકથી વધુ સમય ચર્ચા ઓ કરી હતી. તે જ દિવસે, એક ખાનગી બેઠક દરમિયાન, રાહત્પલે સિદ્ધારમૈયાને પાર્ટીમાં રાષ્ટ્ર્રીય ભૂમિકા ભજવવાનું વિચારવા કહ્યું. તેમને એક અઠવાડિયામાં જવાબ આપવા કહેવામાં આવ્યું હતું