ગુજરાતમાં મુખ્યમંત્રીના કેબિનેટના વિસ્તરણ બાદ હવે વહીવટી તંત્રમાં મોટાપાયે બદલાવ આવે તેવા સંકેત મળી રહ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પદે મનોજકુમાર દાસની નિમણૂક થતા રાજ્યના ગૃહ સચિવની જગ્યા પર કોણ આવશે? તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
આ નામોની ચર્ચા
ગાંધીનગરના સચિવાલયમાં ચર્ચા એ છે કે મનોજકુમાર દાસની ચીફ સેક્રેટરીપદે નિયુક્તિ કરવામાં આવી છે, જેના કારણે ગૃહસચિવ પદ ખાલી પડ્યું છે. આ સ્થાન માટે આઈએએસ ડો.જયંતિ રવિ, અંજૂ શર્મા અને મોના ખંધારના નામની ચર્ચા છે. મુકેશકુમાર પણ આ રેસમાં છે.
31 ઓક્ટોબરે મનોજ કુમાર દાસ ચીફ સેક્રેટરીનો પદભાર સંભળાશે
31 ઓક્ટોબરે મનોજ કુમાર દાસ ચીફ સેક્રેટરીનો પદભાર સંભળાશે તે પહેલાં નવા ગૃહ સચિવની નિમણૂક કરવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં મનોજ કુમાર દાસના સ્થાનને કોને જવાબદારી સોંપાશે તે પણ જોવું રહ્યું.
ગૃહ સચિવ પદ ખાલી પડ્યું
આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિમંત્રી જીતુ વાઘાણીને સરકારના પ્રવક્તામંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. વરિષ્ઠ અધિકારી મનોજ કુમાર દાસને રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેના પગલે ગૃહ સચિવ પદ ખાલી પડ્યું છે. કોની નિમણૂંક કરાશે તેની અંગે સૌની નજર મંડાઈ છે. હાલ સચિવાલયમાં ચાલતી ચર્ચા મુજબ આ પદભાર કોઈ મહિલા અધિકારીને સોંપવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે.