સરકારે સોના અને ચાંદી પર આયાત ડ્યુટીમાં વધારો કર્યો છે. આના કારણે આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં તીવ્ર વધારો થયો છે. MCX પર શરૂઆતના કારોબારમાં સોનાના ભાવ રૂ.11,000થી વધુ ઉછળ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ રૂ.18,000 વધ્યા હતા. 5 જૂને ડિલિવરી કરાયેલ સોનું પાછલા સત્રમાં રૂ,1,53,442 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું અને આજે રૂ.1,54,851 પર ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં, તે રૂ.10,002 વધીને રૂ.1,63,444 પર પહોંચ્યું હતું.
તેવી જ રીતે, ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 3 જુલાઈએ ડિલિવરી કરાયેલ ચાંદી પાછલા સત્રમાં રૂ.2,79,062 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી અને આજે રૂ.2,90,224 પર ખુલી હતી. શરૂઆતના કારોબારમાં, તે રૂ.18,540 અથવા 6.64% વધીને રૂ.2,97,602 પર પહોંચી ગઈ છે. 4 સપ્ટેમ્બરના ડિલિવરી માટે ચાંદીનો ભાવ 18,657 રૂપિયા વધીને 3,032.50 રૂપિયા થયો.
બુલિયન ભાવ
જોકે, બુલિયન બજારમાં સોનાના ભાવમાં થોડો વધારો થયો હતો. ગુડ રિટર્ન્સના મતે, 24 કેરેટ સોનું રૂ.10 વધીને રૂ.1,53,990 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. 22 કેરેટ સોનું પણ રૂ.10 વધીને રૂ.1,41,160 થયું છે, જ્યારે 18 કેરેટ સોનું પણ રૂ.10 વધીને રૂ.1,15,500 થયું છે. ચાંદી રૂ.1,000 વધીને રૂ.2,90,000 પ્રતિ કિલો થઈ છે.
મુખ્ય શહેરોમાં સોનાના ભાવ (આજે સવારે)

બુલિયન બજાર ભાવ
ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, ગયા ટ્રેડિંગ સત્રમાં બજાર બંધ થતાં સુધીમાં રાષ્ટ્રીય રાજધાનીમાં ચાંદીના ભાવ રૂ.12,000 અથવા 4.53 ટકા વધીને રૂ.2,77,000 પ્રતિ કિલો (બધા કર સહિત) પર પહોંચી ગયા હતા. પાછલા ટ્રેડિંગ સત્રમાં ચાંદી રૂ.2,65,000 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. તેવી જ રીતે, 24 કેરેટ સોનાના ભાવ રૂ.1,500 અથવા લગભગ 1 ટકા વધીને રૂ.1,56,800 પ્રતિ 10 ગ્રામ (બધા કર સહિત) પર પહોંચી ગયા હતા. સોમવારે તેનો બંધ ભાવ રૂ.1,55,300 પ્રતિ 10 ગ્રામ હતો.