BREAKING NEWS

તહેવારો ટાણે જ ગુજરાતમાં સિંગતેલના ભાવે માથું ઊંચક્યું, ડબ્બે રૂ.40 વધ્યા, કપાસિયા તેલના ભાવ ઘટ્યા

  • October 05, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે સિંગતેલના ભાવમાં ડબ્બે 40 રૂપિયા વધી ગયા છે. રાજ્યમાં મગફળીનું ઉત્પાદન પણ સારૂ થયું છે તેમ છતાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલના ભાવમાં પાંચ દિવસમાં રુ.40નો વધારો થયો છે, સિંગતેલનો ભાવ વધીને ડબ્બે રુ. 2220-2340 થયો છે, કાચા માલની અછતથી ભાવ વધ્યાનું ઓઇલ મીલરોનું કહેવું છે. સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક નોંધાઈ છે, ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઇ રહી છે તો બીજી તરફ સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે. 


કપાસિયા તેલના ભાવમાં રૂ.10નો ઘટાડો 

મગફળીનો પાક ધીમેધીમે યાર્ડમાં આવી રહ્યો છે. જોકે હાલ પિલાણ ચાલુ ન હોવાને સિંગતેલ અને કપાસિયા તેલના ભાવોમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ.40નો વધારો થયો છે તો કપાસિયા તેલના ભાવમાં રૂ.10નો ઘટાડો જોવા મળી રહ્યો છે.


ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૨૫ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર વિવિધ સહકારી પ્રવૃત્તિઓને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સહયોગથી પ્રથમવાર દેવભૂમિ દ્વારકામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMC ખંભાળિયા ખાતે રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. 


બજારના વેપારી સુત્રોના જણાવ્યા મુજબ હાલ મિલોમાં પિલાણ બંધ થઈ ગયું છે અને નવું તેલ હજું બજારમાં આવેલ નથી તેને કારણે માગ અને પુરવઠા વચ્ચે અંતર વધી ગયું છે તેને લીધે બંને ખાદ્યતેલોના ભાવોમાં થોડી ઘણી વધઘટ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ.40નો વધારો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application