BREAKING NEWS

જામનગર : વાંસજાળીયા ગામમાં પાના ટીંચતા છ શખ્સ ઝડપાયા

  • October 21, 2025 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં રેલ્વે ટ્રેક નજીકના વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા ૬ શખ્સોને ૧૩ હજારની રકમ સાથે પકડી લેવામાં આવ્યા હતા.


વાંસજાળીયા ગામમાં રેલ્વે ટ્રેક પાસે ઝાડ નીચે જાહેરમાં તિનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડયો હતો જેમાં ગંજીપતા વડે જુગાર રમતા વાંસજાળીયા ગામના મહેશ ધીરૂ ડાભી, તરસાઇના દર્શન અશોક ફળદુ, ઉદયપુર ગામના ભુરા કેશુર ધુવા, વાંસજાળીયાના દિનેશ કેશુર ડાભી, અબુ ઇસ્માઇલ ચાવડા અને માંજલપુરના રમેશ પોપટ ધરસંડીયાની અટકાયત કરી હતી.


પોલીસે દરોડા દરમ્યાન રોકડા ૧૩૬૨૦ અને ગંજીપતા કબ્જે કરી તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application