BREAKING NEWS

ભાવનગરના ત્રાપજ પાસે મોતનું તાંડવ, ટ્રેલર પાછળ બોલેરો ઘૂસી; 6 લોકોનું પ્રાણ પંખેરું ઉડ્યું, અરેરાટી મચી ગઈ

  • October 06, 2026 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના ત્રાપજ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એક બોલેરો ગાડી આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ઘટનાસ્થળે જ છ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. અકસ્માતની આ ઘટનાની જાણ  થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.


પ્રાથમિક તપાસ અને માહિતી મુજબ, આ અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ લોકો અલંગ શિપબ્રેકિંગ યાર્ડના કોઈ બે અલગ-અલગ પ્લોટમાં ફરજ બજાવતા સ્ટાફ હોવાનું જાણવા મળી રહ્યું છે. અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાના કારણે મૃતકોના પરિવારજનો અને અલંગ વિસ્તારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.


આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનાર છ વ્યક્તિઓની ઓળખ વિજયભાઈ, સાધુભાઈ, જીજ્ઞેશભાઈ, ભાર્ગવભાઈ, હિરેનભાઈ અને યોગેશભાઈ તરીકે થઈ છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જયેશભાઈ નામના વ્યક્તિને તાત્કાલિક ધોરણે પ્રથમ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે શહેરની કોઈ ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ દ્વારા આ મા્રે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application