પોરબંદરમાં ચોપાટીના મેળામેદાન ખાતે છ હજાર જેટલા શહેરીજનોએ ‘વુમન પાવર માનવ સાંકળ’ રચીને અનેરો ઇતિહાસ સર્જયો હતો અને તેમાં ધારાસભ્ય સહિત આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરમાં ચોપાટીના મેળા મેદાન ખાતે જુદી-જુદી સામાજિક સંસ્થાઓના ઉપક્રમે પ્રથમ વખત માનવ સાંકળ રચવાનો અનેરો રેકોર્ડ સર્જાયો છે જેમાં પોરબંદરની ચોપાટી પર છ હજાર લોકોની અનોખી માનવ સાંકળ રચીને એક ઇતિહાસ રચાયો હતો.પોરબંદરના ચોપાટી મેળા મેદાન ખાતે વુમન પાવર વિથ હ્યુમન ચેઈન (માનવ રચિત સાંકળ દ્વારા) વુમન પાવર છ હજારથી વધુ લોકો સાથે રચાયો હતો.આ કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ઓફ પોરબંદર, રોટરેક્ટ ક્લબ ઓફ પોરબંદર અને એક્સટ્રીમ ફીટનેશ કેરના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ અને સ્વરક્ષણ માટે વિશ્ર્વ રેકોર્ડ પ્રોજેક્ટ સર્જાયો હતો.આ કાર્યક્રમના ટાઈટલ સ્પોન્સર રાજકોટ સનાયા જવેલર્સ, રાજકોટની મનન આઈ.વી.એફ. હોસ્પિટલ ડો.નીતિન લાલ છે.આ વિશ્ર્વ વિક્રમ પ્રોજેક્ટ એક અદભુત અને ગૌરવપુર્ણ ક્ષણ હતી.આ કાર્યક્રમમાં ૧૨ થી ૪૦ વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.તેવુ જાહેરાત થતા વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉમટયા હતા. તમામ ભાગ લેનારને વર્લ્ડ રેકોર્ડ પ્રોજેક્ટનું સર્ટિફિકેટ આપવામાં આવ્યુ હતુ. ,જે જીવનમાં એક અનોખી યાદગાર સિદ્ધિ સાબિત થશે. કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી લેવામાં આવી નહોતી. બ્લેક અથવા ડાર્ક બ્લુ ટીશર્ટ/ટોપ પહેરીને લોકો જોડાયાહતા.
આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા સહિત જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરા, જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, એડવોકેટ ભરતભાઇ લાખાણી,ડો. નીતિન લાલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે પોરબંદરવાસીઓને બિરદાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech