રૂા. ૧,૩૩,૬૮૦ ની કિંમતના ૨૪૨ કિલો પિત્તળના માલ-સામાનની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ: પોલીસ તપાસ દરમિયાન તસ્કર સીસીટીવી કેમેરામાં સાયકલમાં પાંચ ફેરા કરીને પીતળ ચોરી ગયો
જામનગરના શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા એક કારખાનાને એક તસ્કરે નિશાન બનાવી લીધું હતું, અને કારખાના માંથી રૂપિયા ૧,૩૩,૬૮૦ ની કિંમત નો પીતળ નો માલ સામાન ચોરી કરી ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે. પોલીસ તપાસમાં એક તસ્કર સાયકલમાં અલગ અલગ પાંચ ફેરા કરીને પીતળની ચોરી કરી ગયો હોવાનું ધ્યાનમાં આવતા તેની શોધખોળ ચલાવાઇ રહી છે.
જામનગરમાં ગોકુલ નગરમાં રહેતા અને શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં પ્રમુખ એન્ટરપ્રાઇઝ નામનું કારખાનું ધરાવતા મનસુખભાઈ ગોવિંદભાઈ મૂંગરા નામના કારખાનેદારે પોતાના કારખાનામાંથી ગત ૨૩.૯.૨૦૨૪ ની રાત્રિના સમયે કોઈ તસ્કરે અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને કુલ ૧,૩૩,૬૮૦ ની કિંમતના ૨૪૨ કિલો પિતળ નો માલ સામાન ચોરી કરી ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને પીએસઆઇ આર.ડી. ગોહિલ અને તેમની ટીમેં કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરા તથા આસપાસના વિસ્તારના કેમેરાઓ ચેક કરતાં એક સાયકલ સવાર તસ્કર નજરમાં આવ્યો હોવાનું અને એક જ રાત્રિમાં અલગ અલગ સાયકલના પાંચ ફેરા કરીને પીતળ નો માલ સામાન ચોરી કરીને લઈ ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેના ફૂટેજ ના આધારે પોલીસે તસ્કરની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech