BREAKING NEWS

કણકોટ નજીક બેફામ કારે એક્ટિવાને ઉલાળતા સામાજિક અગ્રણીનું મોત

  • November 28, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કણકોટ ચોકડીથી આગળ શુભ મંગલ પાર્ટી પ્લોટ પાસે પુરપાટ ઝડપે જઈ રહેલી કારે એક્ટિવાને ઠોકરે લેતા સ્કૂટર સવાર પ્રૌઢનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. હિન્ટ એન્ડ રનની ઘટનામાં પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ માધાપર ગામમાં આવેલી વૃંદાવન સોસાયટી-2માં રહેતા મનસુખભાઈ મોહનભાઈ ઝાલાવડીયા (ઉ.વ.60) ગત સાંજે એક્ટિવા લઈ ગોંડલ ચોકડીથી ઘરે તરફ જઈ રહ્યા હતા ત્યારે કણકોટ ચોકડી પાસે આવેલા શુભ મંગલ પાર્ટી પ્લોટ પાસે પહોંચતા જીજે 03 પીડી 7008 નંબરની કારે એક્ટિવાને ઉલાળતા પ્રૌઢ રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પ્રૌઢને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

મૃત્યુ પામનાર મનસુખભાઈ હરસિધ્ધિ ઓટો મોબાઇલ્સમાં નોકરી કરતા હતા. પોતે ત્રણ બહેન અને ચાર ભાઈમાં વચેટ હતા. સંતાનમાં એક દીકરો દીકરી છે. મૃતક સમાજ સેવાના કામમાં પણ અગ્રેસર હોવાથી પાટીદાર અગ્રણીઓ પણ બનાવના પગલે હોસ્પિટલએ દોડી ગયા હતા. અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા કાર ચાલક સામે તાલુકા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application