રાજકોટ વોર્ડ નંબર 4માં મતદારની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ મતદાન કરી ગયું? વીડિયો વાયરલ
રાજકોટ વોર્ડ નંબર 4માં મતદારની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ મતદાન કરી ગયું? વીડિયો વાયરલ
April 26, 2026 12:13 PM
રાજકોટ મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૪ના શાળા નંબર ૭૭ પર કોઈ વ્યક્તિના નામ પર અન્ય કોઈ વ્યક્તિએ મતદાન કરી દીધાનું સામે આવ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં ફરજ પર રહેલા ઓફિસરે માફી માગી હતી. તેમજ સુપ્રત મત કરાવી દેવાનું જણાવ્યું હતું. આ તકે આજકાલ પ્રતિનિધિ દ્વારા સંબંધિત આર.ઓ.નો સંપર્ક કરવામાં આવ્યો હતો. આર.ઓ. ના જણાવ્યા મુજબ, આ ઘટનાની ઝોનલ અધિકારી પાસે તપાસ કરાવતા જાણવા મળ્યું કે, આ ઘટનામાં હ્યુમન એરર થઈ હતી. તેમજ જે ફરિયાદી બહેન હતા તેમને મતદાન કરાવી દેવામાં આવ્યું હતું.