સૌરાષ્ટ્ર્રે સોમનાથં ચ, શૈલે મલ્લિકાર્જુનમ, ઉયિન્યાં મહાકાલમ ઓમકારેશ્ર્વરમ, અમલેશ્વરમ. દ્રાદશ યોતિલિગ સ્તોત્રમની આ પંકિત દર્શાવે છે કે, ભારતના ૧૨ પવિત્ર યોતિલિગોનું વર્ણન થાય ત્યારે સૌથી પહેલાં સોમનાથનો ઉલ્લેખ આવે છે. આ ભારતની સંસ્કૃતિમાં સોમનાથનું અગ્રસ્થાન તથા તેના અવિનાશી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે. છેલ્લા બે દાયકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સોમનાથ મંદિર સુવર્ણ યુગમાં પ્રવેશ્યું છે. તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા ત્યારથી સોમનાથના વિકાસમાં એક નવો અધ્યાય શ થયો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૬માં મહમૂદ ગઝનવી દ્રારા સોમનાથ પર ૧૦૨૬માં કરવામાં આવેલા પ્રથમ આક્રમણના હજાર વર્ષ પૂર્ણ થશે. આજે એક હજાર વર્ષ પછી પણ સોમનાથ મંદિર પૂરા ગૌરવ સાથે અડીખમ ઊભું છે. સંયોગવશાત્, ૨૦૨૬માં જ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના છે. ૧૧ મે ૧૯૫૧ના રોજ આ ભવ્ય મંદિરનું પુનર્નિર્માણ સંપન્ન થયું હતું અને ફરી ભકતો માટે ખુલ્યું હતું. આ સીમાચિ઼પ ઘટનાને વધુ વિશેષ બનાવતા વડાપ્રધાનશ્રી ૧૧ જાન્યુઆરીએ સોમનાથની મુલાકાત લેશે અને સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપશે.
આસ્થા સાથે ઉત્સવનું કેન્દ્ર છે સોમનાથ યાત્રાધામ
સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ઉત્સવોનું આકર્ષણ પણ રહ્યું છે. છેલ્લા ૩ વર્ષમાં ૧૦ લાખથી વધુ લોકોએ સોમનાથની ગાથા વર્ણવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો છે. સોમનાથના આંગણે ઉજવાતા ઉત્સવની વાત કરીએ તો, ગત વર્ષે વંદે સોમનાથ કલા મહોત્સવમાં ૧,૫૦૦ વર્ષ જૂની નૃત્ય પરંપરાઓ પુનર્જીિવત થઈ હતી, જે દર્શાવે છે કે, સોમનાથ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, તે સાંસ્કૃતિક વારસાને પણ ઉજાગર કરે છે
સોમનાથ પરિસરમાં શંખનાદ સાથે અખડં ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ
સમગ્ર ભારતના સ્વાભિમાન એવા દ્રાદશ યોતિલિગમાંના પ્રથમ જયોતિલિગ સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે. જે અંતર્ગત તા.૮ જાન્યુઆરી સવારે સોમનાથ મહાદેવ સમક્ષ ભવ્ય અને દિવ્ય ૭૨ કલાકના અખડં ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારભં થયો હતો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીની ઉપસ્થિતિમાં ગગન ગજાવતા શંખનાદ અને શિવજીને પ્રિય તાલવાધ એવા ડમના નાદ સહિત અખડં ઓમકારના ગૂંજારવ સાથે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો પ્રારભં થયો હતો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી સહિત કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રધુમનભાઈ વાજા અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ શંખનાદમાં સહભાગી બની સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારભં કરાવ્યો હતો.
સ્વયંના અંતરનો નાદ એટલે ઓમકાર સ્વમાં તલ્લીન કરી પરમચેતનાને ઉજાગર કરતો નાદ એટલે ઓમકારનાદ... સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગુજરાતભરમાંથી સોમનાથ પધારેલા આશરે ૨૫૦૦ જેટલા ઋષિ કુમારો દ્રારા ૭૨ કલાક સુધી અખડં ઓમકારનો નાદ ગુંજશે. જેના પ્રથમ સત્ર નો ભવ્ય પ્રારભં થયો હતો.આ સાથે સૌરાષ્ટ્ર્ર કચ્છ ગુજરાત સહિત દેશના શિવાલયોમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઓમકાર જાપનું પઠન કરવામાં આવ્યું હતું.
પવિત્ર અિની સાક્ષીએ શંખનાદ, ડમના નાદ અને ઋષિ કુમારો દ્રારા સતત ઉચ્ચારાયેલા પવિત્ર ઓમકારના નાદ થી સમગ્ર વાતાવરણ આધ્યાત્મભયુ બન્યું હતું.
નેટ–ઝીરો મંદિર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે સોમનાથ
વર્ષ ૨૦૧૮માં સ્વચ્છ આઇકોનિક પ્લેસ તરીકે માન્યતા પ્રા કરનાર સોમનાથ આજે ટકાઉ વિકાસ અને નવીનતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. વેસ્ટ સેગ્રિગેશન કેન્દ્રોમાં હવે મંદિરના ફલોને વર્મીકમ્પોસ્ટમાં પાંતરિત કરીને તેનો ઉપયોગ ૧,૭૦૦ બિલ્વ વૃક્ષોના સંવર્ધનમાં થાય છે. મિશન પહેલ હેઠળ પ્લાસ્ટિક કચરામાંથી દર મહિને પેવર બ્લોકસ તૈયાર કરવામાં આવે છે. અહીં દર મહિને લગભગ ૪,૭૦૦ પ્લાસ્ટિક–લાય અશ બ્લોકસનું ઉત્પાદન કરવામાં આવશે, જે સ્થાનિક મહિલા સ્વ–સહાય જૂથો માટે આવક ઉત્પન્ન કરશે અને વાર્ષિક ૧૨૫ ટન પ્લાસ્ટિક રિસાઇકલ કરશે. રૂ.૬૨ લાખના ખર્ચે પુન:સ્થાપિત કરવામાં આવેલ છ વરસાદી પાણી સંગ્રહના કુવાઓ અને એક જળાશય દર મહિને લગભગ ૩૦ લાખ લિટર ગટરના પાણીને શુદ્ધ કરે છે, જેનો ઉપયોગ વનીકરણ માટે થાય છે. યારે ૨૦૧૯–૨૦માં રૂ.૧૬૦ લાખના રોકાણ સાથે આઠ ગટર શુદ્ધિકરણ પ્લાન્ટે કૃષિ અને લેન્ડસ્કેપ સિંચાઈ માટે ૨૦.૫૩ કરોડ લિટર પાણી ફિલ્ટર કયુ છે
ભારતીયો દ્રારા સૌથી વધુ સર્ચ કરાયેલા ટોચના ૧૦ સ્થાનોમાં સોમનાથ સામેલ
ગૂગલ પર ભારતીયો દ્રારા સૌથી વધુ સર્ચ કરાયેલા ટોચના ૧૦ સ્થાનોમાં સોમનાથનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ૨૦૨૫માં સોમનાથની સોશ્યલ મીડિયા ઇમ્પ્રેશન ૧.૩૭ અબજને વટાવી ગઈ છે, જે વિશ્વભરના ભકતોમાં સોમનાથ પ્રત્યેની શ્રદ્ધા અને આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે. ભારતની આસ્થા અને સ્વાભિમાનનું પ્રતીક સમું સોમનાથ મંદિર વિકસિત ભારતના નિર્માણ માટે પણ આગળ વધવાની પ્રેરણા આપે છે. વડાપ્રધાનશ્રીએ આ બાબત પર ભાર મૂકતાં લખ્યું હતું કે, જો હજાર વર્ષ પહેલાં ખંડિત થયેલું સોમનાથ મંદિર સંપૂર્ણ વૈભવ સાથે ફરીથી ઊભું થઈ શકે છે, તો આપણે હજાર વર્ષ પહેલાંનું સમૃદ્ધ ભારત પણ બનાવી શકીએ છીએ
જૂનાગઢના યોગબોર્ડ સહિત સંસ્થાઓની મહિલાઓ દ્રારા અખડં શિવધૂન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સ્વાભિમાન પર્વ શૌર્ય સભા–શોર્ય યાત્રા અને ઓમકાર મત્રં સહિતના કાર્યક્રમોને લઈને સોમનાથ પરિસરમાં અખડં ઓમકાર જાપ અને અખડં શિવ ભજન ના કાર્યક્રમોનો પ્રારભં થયો હતો. જેમાં જુનાગઢ થી યોગ બોર્ડના મહિલા સભ્યો તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના મહિલા પ્રતિનિધિઓ યોગ, વ્યાયામ શિક્ષકો અને મહિલા કાર્યકર્તાઓ સહિત ૫૦૦ બહેનોએ અખડં શિવધૂનમાં ભાગ લીધો હતો. કરતાલ, લોક કંઠના શિવ ભકિત ગીતો ભાવમય રીતે ગવાતા હતા ત્યારે સોમનાથ મંદિરે આવતા દર્શનાર્થીઓએ પણ અખડં શિવ ધૂન સાંભળી શ્રદ્ધાની લાગણી વ્યકત કરી હતી.
સોમનાથની રક્ષા માટે શહીદ થયેલા વીરોને શ્રાધોકત વીરાંજલિ અર્પી
એક હજાર વર્ષ પહેલા સોમનાથ મંદિર માટે શહાદત વહોરનારા તમામ વીર આત્માઓ નું ઋણ ચૂકવવા ઋણ મુકિત માટે આજે એક હજાર વર્ષ બાદ સ્થાનિક સોમપુરા બ્રાહ્મણો અને સ્થાનિક બ્રાહ્મણો દ્રારા શ્રધાંજલિ આપવા વિશેષ શ્રાધ કર્મ નું આયોજન કરવામ.આવ્યું હતું એટલું જ નહી સવા મણ જનોઈ ની પૂજા કરી જૂના સોમનાથ મહાદેવ ને અર્પણ કરી હત્પંતાતમ્માઓ ને શ્રધાંજલિ આપી એક હજાર વર્ષ પહેલા વીર હમીરજી ગોહિલ ..વેગડા જી ભીલ સહિત અનેક નામી અનામી વીરપુષો એ સોમનાથ મંદિર ને બચાવવા જીવ નું બલિદાન આપ્યું હતું
સોમનાથ: ભકિત અને ભવ્યતાનો સંગમ
શિખર પર ૧,૬૬૬ સુવર્ણ કળશ અને ૧૪,૨૦૦ ધજાઓ સાથે સોમનાથ મંદિર ત્રણ પેઢીઓની અડગ શ્રદ્ધા, દ્રઢતા અને કલાત્મકતાના પ્રતિબિંબ તરીકે ઊભું છે. દર વર્ષે લાખો લોકો આ યોતિલિગના દર્શન માટે આવે છે. વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ સુધી વાર્ષિક અંદાજે ૯૭ લાખ શ્રદ્ધાળુઓ સોમનાથના દર્શન માટે આવ્યા છે. બિલ્વ પૂજા માટે છેલ્લા ૨ વર્ષમાં શ્રદ્ધાળુઓની સંખ્યા ૧૩.૭૭ લાખ નોંધાઈ હતી, જેમાં મહા શિવરાત્રિ ૨૦૨૫ દરમિયાન ૩.૫૬ લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા.
આધુનિક પરિવહન સેવાઓ અને વૈશ્ર્વિક કનેકિટવિટી
સોમનાથની યાત્રા ભકતો માટે વધુ સરળ અને આરામદાયક બને તે હેતુથી કનેકિટવિટીમાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે. છ૮૨૮ કરોડના પ્રોજેકટ– જેતપુરસોમનાથ ફોર લેન હાઇવેના કારણે યાત્રિકોને એકસપ્રેસવેની સુવિધા મળી છે. સાબરમતીવેરાવળ વંદે ભારત એકસપ્રેસના કારણે અમદાવાદથી સોમનાથની યાત્રા હવે વધુ ઝડપી અને સુલભ બની છે.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સોમનાથમાં બેઠક કરી
દ્રાદશ યોતિલિગમાંના પ્રથમ યોતિલિગની ભૂમિ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.૧૦ અને તા.૧૧ મી જાન્યુઆરીના રોજ 'સોમનાથ સ્વાભિમાન પર્વ' માં સહભાગી થવા માટે પધારવાના છે, ત્યારે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીએ વડાપ્રધાનના સોમનાથ પ્રવાસ અને શૌર્ય યાત્રાના ટ સહિત વિવિધ કાર્યક્રમો અંગે સ્થળ સમિક્ષા કરી અન્ય તૈયારીઓની વિગતો મેળવી હતી